Skip to main content

Posts

Showing posts from July, 2022

૧૧ જિલ્લા ના તલાટી કમ મંત્રીની તાલીમ દરમ્યાન સંવાદ કર્યો

 ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) દ્વારા તલાટી કમ મંત્રી ની આફત નીવારણ સબંધીત ક્ષમતા વર્ધન માટેની બે દિવસીય તાલીમ મા વિષય નિષ્ણાંત તરીકે સેવાઓ આપી લગભગ ૧૧ જિલ્લાના તલાટીશ્રીઓને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પ્લાન ને GPDP મા કઇરીતે સંમિલીત કરવો આવા આયોજન દરમ્યાન કઇ બાબતનું ધ્યાન રાખવુ કઇ પ્રક્રિયામાંથી પસાર થવુ વેગેરે બાબતે સંવાદ થયો હળવા વાતાવરણ મા સંવાદ પુર્ણ થતા હકારાત્મક પ્રતિભાવ મળ્યા.

ભુજ તાલુકાના કુનરીયા ગામે તારીખ ૨/૭/૨૦૨૨ ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

‘સરકાર આપના દ્વારે’ ની ઉક્તિ સાથે ભુજ તાલુકાના કુનરીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ભુજ તાલુકાના ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહાટ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જેમા ભીરંડિયારા PHC ના મેડિકલ ઓફિસર, સર્કલ ઓફિસર બળદિયાથી અરશી ભાઇ આહીર, સમાજ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ ,તાલુકા પંચાયત ,  ખેતીવાડી શાખા, પશુપાલન શાખામાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી ઉપસરપંચ સુરેશભાઈ છાંગા એ સૌને આવકાર્યા બાદ સ્વચ્છ ભારત મિશનનાં જયાબેન દવેએ ગોબરધનની માહિતી આપી ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધનમાં મામલતદાર સાહેબ દ્વારા વિવિધ યોજનાઓના લાભ લેવા આહ્વાન કરાયું. ખાસ ઉત્કર્ષ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા આહવાહન કરાયું. વિધવા સહાય ,વયવંદના , દિવ્યાંગ પેન્શન વગેરે યોજનાનો લાભ લાભાર્થીને મળે એવું સૂચન કર્યું.  એન્ટાઈટલમેન્ટના કામો આધાર કાર્ડ , રાશનકાર્ડ , ચૂંટણીકાર્ડ ,  આયુષ્યમાન કાર્ડ ની સેવાઓ ઘર બેઠા મળી રહે એ માટે સેવા સેતુની ઉપલબ્ધતા દર્શાવી બાદમાં સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં સવારે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કોવ...