‘સરકાર આપના દ્વારે’ ની ઉક્તિ સાથે ભુજ તાલુકાના કુનરીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ભુજ તાલુકાના ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહાટ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જેમા ભીરંડિયારા PHC ના મેડિકલ ઓફિસર, સર્કલ ઓફિસર બળદિયાથી અરશી ભાઇ આહીર, સમાજ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ ,તાલુકા પંચાયત , ખેતીવાડી શાખા, પશુપાલન શાખામાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી ઉપસરપંચ સુરેશભાઈ છાંગા એ સૌને આવકાર્યા બાદ સ્વચ્છ ભારત મિશનનાં જયાબેન દવેએ ગોબરધનની માહિતી આપી ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધનમાં મામલતદાર સાહેબ દ્વારા વિવિધ યોજનાઓના લાભ લેવા આહ્વાન કરાયું. ખાસ ઉત્કર્ષ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા આહવાહન કરાયું. વિધવા સહાય ,વયવંદના , દિવ્યાંગ પેન્શન વગેરે યોજનાનો લાભ લાભાર્થીને મળે એવું સૂચન કર્યું. એન્ટાઈટલમેન્ટના કામો આધાર કાર્ડ , રાશનકાર્ડ , ચૂંટણીકાર્ડ , આયુષ્યમાન કાર્ડ ની સેવાઓ ઘર બેઠા મળી રહે એ માટે સેવા સેતુની ઉપલબ્ધતા દર્શાવી બાદમાં સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં સવારે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કોવિદ માટે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા. ૮ ગંગાસ્વરૂપા યોજના હેઠળ ફોર્મ ભરાયા ૨૮ રેશનકાર્ડ સુધારાના ફોર્મ ભરાયા ૩૫ આધારકાર્ડ અને ૨૨ ગોબરધનના લાભાર્થીઓના ફોર્મ ભરાયા ઉપરાંત ખેતીવાડી ને લગતી યોજનાના ૭૦ લાભાર્થીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીબેન ગરવાએ કર્યું હતું. ભુરાભાઈ આહિરે બધા નો આભાર માન્યો હતો. સેતુ અભિયાન, પ્રયાસ અને ICICI ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો હતો.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...







Comments
Post a Comment