ગત તારીખ ૨૫/૯/૨૨ નારોજ ભચાઉ તાલુકા ના વિજપાસર અને સામખીયારી ગામ ની ૧૫ જેટલી કિશોરીઓએ કુનરીયા બાલીકા પંચાયત ની મુલાકાત લીધી બાલીકા પંચાયત દ્વારા કરવામા આવેલી કામગીરી થી અવગત થયા બાલીકા પંચાયત ની રચના કઇ રીતે કરવી એ કઇ રીતે લોકઉપયોગી કામ કરે તેની માહિતી મેળવી બાલીકા સરપંચ ભારતી ગરવા એ સમાજ મા પ્રવર્તમાન લૈગીંક અસમાનતા સામે મહિલાઓને હક્કો અપાવવા પંચાયત કઇ રીતે આગળ આવી શકે તેની વાત કરી પુર્વ સરપંચ સુરેશ છાંગા એ બાલીકાપંચાયત નો વિચાર કઇરીતે આવ્યો અને રચના ની વિગતવાર માહિતી આપી સેતુ અભિયાન ના ધવલભાઇ આહિર અને વિશ્રામ ભાઇ એ બંધારણ મા મળેલા હ્ક્કો અને ફરજો સરળતાથી વિવિધ ગેમ દ્વારા સમજાવી હતી કુનરીયા બાલીકા પંચાયત દ્વારા વિવિધ રસ્તા અને ઘરોના નામ દિકરીના નામે કરવાની પરંપરા શરુ કરી આવા સ્થળોની મુલાકાત પણ લીધી હતી કુનરીયા બાલીકા પંચાયત ના સભ્યો વ્યવસ્થા મા જોડા હતા ભચાઉ સેતુના ખીમજી ભાઇએ માર્ગદર્શન આપ્યુ હતુ.
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી