Miyawaki Forest will be created by Japanese scientific method near to Kunaria Panchavati van. કુનરીયા પંચવટી વન ની બાજુ મા સર્જન પામશે જાપાનીઝ વૈજ્ઞાનીક પધ્ધતીથી મિયાવાકી વન
Miyawaki Forest will be created by Japanese scientific method near to Kunaria Panchavati van. આઈ સી આઇ સી આઇ ફાઉન્ડેશન ના સહયોગ થી કુનરીયા મા ૪૦૦૦ ચો.મીટર મા મિયાવાકી વન નુ નિર્માણ કરવા મા આવશે ઉદ્ઘાટન પ્રસંગે પ્રોજેકટ મેનેજર શ્રી અશ્વિન ભાઇ જોષી ગામ ના સરપંચ રશ્મિબેન છાંગા સંસ્થા નો સ્ટાફ અને ગામ લોકો હાજર રહ્યા હતા જોષી સાહેબે વન નું મહત્વ અને નાગરીક ની ફરજો બાબતે ગામ લોકો ને જાણકારી આપી હતી મિયાવાકી પદ્ધતિમાં ચોરસ મીટર દીઠ બે થી ચાર વૃક્ષો વાવવા મા આવે છે મિયાવાકી જંગલો બે થી ત્રણ વર્ષમાં ગાઢ અને સ્વ-નિર્ભર બને છે. આ જંગલો તાપમાન ઓછું કરવામાં, હવા અને અવાજનું પ્રદૂષણ ઘટાડવા, સ્થાનિક પક્ષીઓ અને જંતુઓને આકર્ષવામાં અને કાર્બન સિંક બનાવવામાં મદદ કરે છે. આ તકે ઊપ સરપંચ સુરેશ છાંગા એ આ વન નીર્માણ મા લોકો નો સહયોગ મળશે એવી ખાત્રી આપી આભાર વ્યક્ત કર્યો હતો.