ગત તારીખ 29 જૂન, 2025 ના રોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના વિવિધ ગામોના પંચાયત પ્રતિનિધિઓએ કુનરીયા ગામની મુલાકાત લીધી અને કુનરીયા ગામ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની વિગતવાર માહિતી મેળવી. મુલાકાત દરમિયાન તેમણે જલસંરક્ષણ ઘન કચરા વ્યવસ્થાપન, ગ્રામ પંચાયત વિકાસ યોજના, બાલિકા પંચાયત તેમજ ગ્રામ સ્વરાજમાં લોકોની ભાગીદારીના મહત્વ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ પણ સંવાદ કર્યો અને પંચાયતમાં કરવામાં આવેલા નવા પ્રયોગોથી કેવી રીતે સફળતા મળી રહી છે તે અંગે માહિતી મેળવી પ્રેરણા મેળવી. ગામની સરપંચ રશ્મીબેન છાંગાએ મહિલા ભાગીદારી વધારવા માટે પરિવાર થી લઈને પંચાયત સુધી બહેનો કેવી રીતે પોતાની ભૂમિકા નિભાવી શકે તે અંગે વિચારો વ્યક્ત કર્યા. ભારતીબેન ગરવાએ બાલિકા પંચાયતની સુંદર સફળ યાત્રા વિષે માહિતી આપી તેમજ આનંદીબેને બાલિકા પંચાયતના આગામી વર્ષની યોજના અને બજેટ અંગે પ્રકાશ પાડ્યો. સેતુ અભિયાનના ધવલભાઇએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી On 29th June, 2025, Panchayat representatives from various villages of Kadana Taluka in Mahisagar district visited Kunariya village and ...
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી