ગત તારીખ 29 જૂન, 2025 ના રોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના વિવિધ ગામોના પંચાયત પ્રતિનિધિઓએ કુનરીયા ગામની મુલાકાત લીધી અને કુનરીયા ગામ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની વિગતવાર માહિતી મેળવી.
મુલાકાત દરમિયાન તેમણે જલસંરક્ષણ ઘન કચરા વ્યવસ્થાપન, ગ્રામ પંચાયત વિકાસ યોજના, બાલિકા પંચાયત તેમજ ગ્રામ સ્વરાજમાં લોકોની ભાગીદારીના મહત્વ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ પણ સંવાદ કર્યો અને પંચાયતમાં કરવામાં આવેલા નવા પ્રયોગોથી કેવી રીતે સફળતા મળી રહી છે તે અંગે માહિતી મેળવી પ્રેરણા મેળવી.
ગામની સરપંચ રશ્મીબેન છાંગાએ મહિલા ભાગીદારી વધારવા માટે પરિવાર થી લઈને પંચાયત સુધી બહેનો કેવી રીતે પોતાની ભૂમિકા નિભાવી શકે તે અંગે વિચારો વ્યક્ત કર્યા.
ભારતીબેન ગરવાએ બાલિકા પંચાયતની સુંદર સફળ યાત્રા વિષે માહિતી આપી તેમજ આનંદીબેને બાલિકા પંચાયતના આગામી વર્ષની યોજના અને બજેટ અંગે પ્રકાશ પાડ્યો.
સેતુ અભિયાનના ધવલભાઇએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી
On 29th June, 2025, Panchayat representatives from various villages of Kadana Taluka in Mahisagar district visited Kunariya village and obtained detailed information about the various initiatives being carried out there.
During the visit, they learned in detail about water conservation, solid waste management, the Gram Panchayat Development Plan, the Balika Panchayat, and the importance of people’s participation in Gram Swaraj.
The elected representatives and villagers also engaged in dialogue, gaining insights into how the new experiments and initiatives implemented by the Panchayat are achieving success, drawing inspiration from them.
Kunariya Sarpanch Rashmiben Chhanga shared her thoughts on how women can play their roles effectively, from the family level up to the Panchayat, to enhance women’s participation.
Bhartiben Garva spoke about the beautiful success journey of the Balika Panchayat, while Anandiben highlighted the upcoming year’s plans and budget for the Balika Panchayat.
Dhavalbhai from Setu Abhiyan managed the overall arrangements of the visit
Comments
Post a Comment