‘’GPDP અંતર્ગત કુનરીયા મા યોજાઈ ગ્રામ સંસદ’’
ભારત સરકાર દ્વારા હાલ “ પીપલ્સ પ્લાનિંગ કેમ્પેઇન ” અંતર્ગત તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) ની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યારે તે દિશામાં ભુજ તાલુકાની ગ્રામ પંચાયત માટે શ્રેષ્ઠ ગ્રામ સભા નું આયોજન કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. પંચાયતી કાયદામાં, લોકશાહીમાં અને પારદર્શક નિર્ણય પ્રક્રિયા માટે ગ્રામસભાને મહત્વ અપાયું છે. તેવું જ વાતાવરણ કુનરીયા ની ગ્રામસભા નું હતું. આ ગ્રામસભાની ખાસ બાબત એ હતી કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત 23 જુદા-જુદા વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. તેઓ ન ફક્ત હાજર રહ્યા પરંતુ પંચાયતે રજૂ કરેલા વિભાગ પ્રમાણે ની સમસ્યાઓમાં યોગ્ય માર્ગદર્શન અને સ્થળ પર જ નિરાકરણ કર્યું. જેમ સંસદ સભા માં વિકાસ પર સવાલ-જવાબો થાય તે જ રૂપમાં આ ગ્રામસભામાં નાગરિકો અને અધિકારીઓ વચ્ચે સવાલ જવાબ થયા. અગાઉ પંચાયત એ GPDP બનાવવા મહિલાઓ, S.M.C. ,કારીગરો, સરકારી કર્મચારીઓ અને P.R.A. (સહભાગી ગ્રામીણ મોજણી) ના નવા ટૂલ્સનો ઉપયોગ કરી સમગ્ર પંચાયતનો આયોજન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરપંચ શ્રી સુરેશભાઈ એ આવનાર અધિકારીઓ અને ગામ લોકો સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારબાદ DDO જોશી સાહેબે દરેક વિભાગને સૂચના કરી અને રજૂ થયેલ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રક્રિયા કરી હતી. જેનાથી સંસદસભા જેવો માહોલ ઉભો થયો હતો અને આ સમગ્ર પ્રક્રિયાથી નાગરિકોમાં ગ્રામ પંચાયત પ્રત્યે નવો દ્રષ્ટિકોણ સંપાદિત થયો. આ તકે સ્વાગત તલાટીશ્રી નારણભાઈ , GPDP નો મહત્વ મનીષ આચાર્ય અને આભારવિધિ નરશીભાઈ આહિર તેમજ સંચાલન ગનીભાઇ સમા (સેતુ અભિયાન) એ કર્યું હતું. વ્યવસ્થા ગામ ના યુવાનો એ સંભાળી હતી

Comments
Post a Comment