૨૯/૪/૨૦૨૪ ના રોજ બાલિકા પંચાયત કુરનના ૧૨ જેટલા સભ્યો અને ગામના પ્રતિનિધિઓએ કુનરીયા ની મુલાકાત લીધી. એ દરમિયાન બાલિકા પંચાયતના સભ્ય આનંદીબેન છાંગા એ સૌને આવકાર્યા હતા અને બાલિકા પંચાયતની રચનાથી વાકેફ કર્યા હતા ત્યારબાદ સરપંચ ભારતી ગરવા બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીનું વર્ણન કરી આવેલા હકારાત્મક બદલાવની વાત કરી હતી. સુખદ પરિણામો થી બાલિકા અને તેમના વાલીઓની સફળ વાર્તાઓ પણ બાલિકાઓ સામે મૂકી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની મહિલા અને બાળ કલ્યાણ સંબંધીત યોજનાઓથી પણ અવગત કરાયા હતા. પોતાના ગામમાં કઈ રીતે કામ કરી શકે એ સંબંધીત માર્ગદર્શન પણ આપ્યું હતું બાલિકા પંચાયત કુનરીયા ના આગામી વર્ષમાં આયોજન બાબતે અવગત કરાવી ગ્રામસભા અને મુખ્ય પંચાયત સાથે સહસબંધ બનાવી કરવાના કામો અંગે માહિતગાર કર્યા હતા. નાનકડા પ્રયાસથી કેટલા મોટા પરિણામો આવી શકે એ બાબતે વાત કરી. ‘’ઘર કી પહેચાન બેટી કે નામ’’, શેરીઓના નામકરણ,લાયબ્રેરી,સાયન્સ લેબ,કોમ્પ્યુટર લેબ ની મુલાકાત લઇ બાલિકા પંચાયતના સભ્યો પ્રભાવિત થયા હતા. કુરન ગામના બાલિકા પંચાયતના સરપંચ પ્રવિણાબા સોઢા તથા સભ્ય...
Comments
Post a Comment