ગત તારીખ 24/11/2018 ના રોજ ઉત્તર ગુજરાત ના ચાર તાલુકા રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર અને હારીજ તાલુકાની 14 પંચાયતોના 50 જેટલા પ્રતિનિધિઓ અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ કુનરીયા જુથ ગ્રામ પંચાયત ની મુલાકાત લીધી ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા ઇનોવેટિવ નિર્ણયો અને પ્રવૃત્તિથી માહિતગાર કર્યા આગામી દિવસોમાં તૈયાર થનાર G.P.D.P ની પ્રક્રિયાથી માહિતગાર કરાયા. પંચાયતના સભ્યો અને ગામ લોકો સાથે ગોષ્ઠિ કરી ત્યાંની પંચાયતોએ કરેલ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કર્યું. આ પ્રસંગે સેતુ ટીમ લીડર ધવલભાઇ અને ભાવેશભાઈ હાજર રહ્યા હતા.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Comments
Post a Comment