ભુજ તાલુકાના કુનરીયા ગામે ભુજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યના હસ્તે જુના કુનરિયાના ડામર રોડનું ખાતમુરત કરવામાં આવ્યો આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના ઉપાધ્યાક્ષ હિતેશ ભાઈ ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધનજીભાઈ ભુવા સામાજિક અગ્રણી શ્રી હરિભાઈ ગાગલ અને તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ જયેશભાઈ હાજર રહ્યા હતા આ પ્રસંગે ગામના સરપંચ સુરેશ છાંંગાં એ સૌ મહેમાનોને આવકાર્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં નીમા બેન આચાર્ય કુનરીયા ગ્રામજનોની વનીકરણ પ્રત્યેની લાગણી અને ઉછેર માટે કરેલા પ્રયત્નોની પ્રશંસા કરી આ પ્રસંગે નવ જેટલી બહેનો ને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપી તેમનુ સન્માન કર્યું. આ ઉપરાંત પ્રધાનમંત્રી માન ધન યોજના કૃષિ સન્માન નીધિ ખેડુત ઇનપુટ સહાય વગેરે બાબતોની ઝડપભેર કામગીરી બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા.
Kunariya Shines at World Peace Art Competition with 52 Student Participants કુનરીયાના 52 જેટલા વિદ્યાર્થીઓએ વર્લ્ડ પીસ આર્ટ કંમ્પિટિશનમા ભાગ લીધો.
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સંઘર્ષો રોજબરોજની હેડલાઈન બની રહી છે ત્યારે ભારત જેવા રાષ્ટ્ર દ્વારા શાંતિની મજબૂત હિમાયત આશાનું કિરણ બની રહી છે તાજેતરમાં કુનરીયા ના વિદ્યાર્થીઓએ (દક્ષિણ કોરિયા)ઇન્ટરનેશનલ વિમેન પિસ ગ્રુપ (IWPG) અને બીએમઆઈ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વર્લ્ડ પીસ આર્ટ કમ્પિટિશનમાં ભાગ લઈ ભારતની શાંતિ સંબંધિત પ્રતિબંધતા તરફ એક ડગલું માંડ્યો છે આ સ્પર્ધામાં વિશ્વના સ્પર્ધકો ભાગ લે છે જેનો ઉદેશ્ય કલાના માધ્યમથી યુવાનો અને બાળકોના મગજને શાંતિપૂર્ણ વિશ્વની કલ્પના કરવા પ્રેરિત કરવાનો છે કુનરીયા ના વિદ્યાર્થીઓએ આ તકને ઉત્સાહ સાથે સ્વીકારી અને પોતાના ચિત્રો બનાવીને વિશ્વ શાંતિ ની પહેલને પોતાનું સમર્થન આપ્યું છે તેમની સહભાગીતા માત્ર તેમની ચિત્ર પ્રત્યેની રુચિનું પ્રમાણપત્ર નથી શાંતિની શક્તિમાં તેમની ધારણાનું પ્રતિબિંબ પણ છે તેમના ચિત્રો એકતા અને સંઘર્ષથી મુક્ત વિશ્વની સાર્વત્રિક ઈચ્છા નો સંદેશ આપે છે આ સ્પર્ધામાં ભાગ લઈ બાળકો સર્જનાત્મક કૌશલ્ય જ નહીં પણ વિશ્વ શાંતિ માટે પણ યોગદાન આપી રહ્યા છે આવા પ્રસંગો આગામી પેઢીની શાંતિ અને સમજણને ઉત્તેજન આપે છે કુ...
Comments
Post a Comment