પ્રકૃતિપ્રેમી મેઘદૂત કાવ્ય ના રચયિતા મહાકવિ કાલિદાસ ની જન્મ જયંતિએ 5000 વૃક્ષો વાવી ઉછેરવા નો સંકલ્પ
ભુજ તાલુકાના કુનરીયા ગામે ગત તારીખ 3 જુલાઇ 2019 ના રોજ ધોરણ 1 અને આંગણવાડીના 51 બાળકો ના પ્રવેશોત્સવ વેળાએ કચ્છ યુનિવર્સિટીના એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા અભૂતપૂર્વ 5000 નું વાવેતર કરવામાં આવ્યું પ્રાકૃતિક સંપત્તિનો દોહન થઈ રહ્યું છે ત્યારે આવા પ્રયાસો પ્રેરક બને તે જરૂરી છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર દર્શનાબેન ધોળકિયા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પ્રકૃતિનો આદર કરનાર ને પ્રકૃતિનો પ્રેમ મળે છે આજે વાવેલા વૃક્ષો અને પ્રવેશ પામેલા બાળકો આવતા વર્ષે કેટલી ચકલીઓને આમંત્રણ આપશે એ જોવા આવવાનું વચન આપ્યું હતું આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર શૈક્ષણિક કાર્યમાં ગામ લોકોના સહકાર ને આવકાર્યો હતો વિકાસકાર્ય શાળા,પંચાયત કે અન્ય વિભાગ નો નહીં એ મારો કાર્યક્રમ છે એવી ભાવનાથી કાર્યક્રમ માત્ર સરકારી પરિપત્ર ના પાલનથી ઉપર ગામલોકોની આદતમાં પરિણમ્યો છે જે વિકાસના માપદંડો ની યથાર્થ નિશાની ગણાય શકાય ખાનગી શાળાઓ માંથી સરકારી શાળામાં વાલીઓ અને બાળકો નો ઝુકાવ વધ્યો છે જે આદર્શ પરિસ્થિતિનું સૂચક છે આ ઉપરાંત બાળકોમાં શૈક્ષણિક વિકાસ સાથે જીવન મુલ્યોનો વિકાસ થાય એ માટે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ શિલ્શિલામાં બાળમેળા નું આયોજન કરાયું અને એની કૃતિઓનું નિરીક્ષણ પણ કરાયું આ પ્રસંગે કુમાર શાળાના આચાર્ય મીતાબેન પરમારે આવનાર તમામ મહેમાનોને આવકાર્યા હતા સરપંચ શ્રી સુરેશભાઈછાંંગા એ સૌનું સ્વાગત કર્યું આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઇ પરમાર કચ્છયુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોઓર્ડિનેટર ચિરાગભાઈ પટેલ,જીગ્નેશ ભાઈ તાળા,સેતુ અભિયાનમાંથી મનીષભાઈ,ધવલભાઇ અભિયાન માંથી અર્ચનાબેન,50 જેટલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને 200 જેટલા ગામના વાલીઓ આ પ્રોગ્રામમાં જોડાયા હતા કન્યા શાળાના આચાર્ય જયેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતિમાબેન અને નેહાબેન એ કર્યું હતું
Khub j umda Kary sureshbhai Tamne ane Tamari akhi team ne khub khub abhinandan 👍
ReplyDelete