ગત તારીખ 25 જુલાઈ ના રોજ કુનરીયા મુકામે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશભાઈ જાની સાહેબ Act માંથી મનીષાબા જાડેજા અભિયાનના ભાવેશભાઈ વાસ્મો માંથી કમલેશભાઈ સાધુ અને નરેગા માંથી અર્પિત ભાઈ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા હતા.
જલ શક્તિ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વ્યક્તિગત અને સામૂહિક કે સાર્વજનિક જગ્યાઓમાં જળ સંરક્ષણની કેટલી સંભાવનાઓ છે અને કુનરીયા પંચાયતની કેટલી જરૂરિયાત છે એ બાબતને ધ્યાને રાખી વોટર સિક્યુરિટી પ્લાન એટલે જળ સુરક્ષા આયોજન બનાવવાની ચર્ચા થઈ સરકારના રિપોર્ટને લાલબત્તી સમજી જાગ્રત થઇ એક ગામની પીવાના પાણી પશુઓના અને સિંચાઇના પાણીની કેટલી જરૂરિયાત છે અને સિઝનનો કેટલો વરસાદ ગામ અને સીમમાં પડે છે એનો અભ્યાસ કરવા એક ટીમની રચના કરવામાં આવશે Act દ્વારા આ ભુજળ જાણકારોને તાલીમ આપ્યા બાદ આપણું ભૂગર્ભજળ કેટલું છે તેનો અભ્યાસ થશે આવા જળની ગુણવત્તા નો પણ અભ્યાસ થશે આવા ભૂગર્ભજળની સતત દેખરેખ થશે અને વર્ષના અંતે શું ફેરફાર થાય છે તે જોવામાં આવશે
આ ઉપરાંત વડીલોની કોઠાસૂઝ અને પરંપરાગત જ્ઞાન નો ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતોને જાણી-સમજી એનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવશે વરસાદનું એક એક ટીપુ ભૂગર્ભ જળ તરીકે સચવાય તેવા રિચાર્જ માટેના સ્ટ્રક્ચર બનાવાશે
જળ રિચાર્જ ની સંભાવના નથી ત્યાં સર્ફેસ વોટર સ્ટોરેજ ઉભા કરવામાં આવશે વર્ષ દરમિયાન જુદા જુદા વિભાગોમાં જળ બચાવવા ના ઉપાયો બાબતે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે મહિલાઓ વિદ્યાર્થીઓ યુવાનો અને ખેડૂતોના ગ્રુપમાં આવા જનજાગૃતિ કાર્યક્રમો કરાશે સિંચાઇની પદ્ધતિમાં બદલાવ આવે એ માટે ડ્રિપ ઇરિગેશન પદ્ધતિ વધુ લોકો અપનાવે એવા પ્રયત્નો કરી વોટર બજેટ તૈયાર કરવામાં આવે.
લોકો પાણીના પ્રશ્ન માટે માત્ર જાગૃત થવા કરતાં સંવેદનશીલ બની વિવેકપૂર્ણ ઉપયોગ કરે એવા પ્રયત્નો કરાશે પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે આગામી દિવસોમાં ગ્રામ પંચાયત વોટર લેજીસ્લેશન બને એવા પ્રયત્નો પણ કરાશે
ગ્રામસભામાં આ ઉપરાંત ઘાસ માટે પણ લોકો સ્વાયત બને એ રીતે વાવેતર કરવાનું આહવાન કરાયું

This matter is world level problem and do by kunariya grampanchayat wel done good work
ReplyDeletePani ni samsya mate kunariya panchayat no prayatna swagat yogya che
ReplyDelete