Skip to main content

પાણી માટે લોક જાગૃતિ કરતા લોક સંવેદના ઉભી થાય એ માટે કુનરીયા મા ગ્રામ સભા યોજાઈ

ગત તારીખ 25 જુલાઈ ના રોજ કુનરીયા મુકામે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશભાઈ જાની સાહેબ Act માંથી મનીષાબા જાડેજા અભિયાનના ભાવેશભાઈ વાસ્મો માંથી કમલેશભાઈ સાધુ અને નરેગા માંથી અર્પિત ભાઈ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા હતા.
જલ શક્તિ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વ્યક્તિગત અને સામૂહિક કે સાર્વજનિક જગ્યાઓમાં જળ સંરક્ષણની કેટલી સંભાવનાઓ છે અને કુનરીયા પંચાયતની કેટલી જરૂરિયાત છે એ બાબતને ધ્યાને રાખી વોટર સિક્યુરિટી પ્લાન એટલે જળ સુરક્ષા આયોજન બનાવવાની ચર્ચા થઈ સરકારના રિપોર્ટને લાલબત્તી સમજી જાગ્રત થઇ એક ગામની પીવાના પાણી પશુઓના અને સિંચાઇના પાણીની કેટલી જરૂરિયાત છે અને સિઝનનો કેટલો વરસાદ ગામ અને સીમમાં પડે છે એનો અભ્યાસ કરવા એક ટીમની રચના કરવામાં આવશે Act દ્વારા આ ભુજળ જાણકારોને તાલીમ આપ્યા બાદ આપણું ભૂગર્ભજળ કેટલું છે તેનો અભ્યાસ થશે આવા જળની ગુણવત્તા નો પણ અભ્યાસ થશે આવા ભૂગર્ભજળની સતત દેખરેખ થશે અને વર્ષના અંતે શું ફેરફાર થાય છે તે જોવામાં આવશે
આ ઉપરાંત વડીલોની કોઠાસૂઝ અને પરંપરાગત જ્ઞાન નો ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતોને જાણી-સમજી એનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવશે વરસાદનું એક એક ટીપુ ભૂગર્ભ જળ તરીકે સચવાય તેવા રિચાર્જ માટેના સ્ટ્રક્ચર બનાવાશે
જળ રિચાર્જ ની સંભાવના નથી ત્યાં સર્ફેસ વોટર સ્ટોરેજ ઉભા કરવામાં આવશે વર્ષ દરમિયાન જુદા જુદા વિભાગોમાં જળ બચાવવા ના ઉપાયો બાબતે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે મહિલાઓ વિદ્યાર્થીઓ યુવાનો અને ખેડૂતોના ગ્રુપમાં આવા જનજાગૃતિ કાર્યક્રમો કરાશે સિંચાઇની પદ્ધતિમાં બદલાવ આવે એ માટે ડ્રિપ ઇરિગેશન પદ્ધતિ વધુ લોકો અપનાવે એવા પ્રયત્નો કરી વોટર બજેટ તૈયાર કરવામાં આવે.

લોકો પાણીના પ્રશ્ન માટે માત્ર જાગૃત થવા કરતાં સંવેદનશીલ બની વિવેકપૂર્ણ ઉપયોગ કરે એવા પ્રયત્નો કરાશે પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે આગામી દિવસોમાં ગ્રામ પંચાયત વોટર લેજીસ્લેશન બને એવા પ્રયત્નો પણ કરાશે
ગ્રામસભામાં આ ઉપરાંત ઘાસ માટે પણ લોકો સ્વાયત બને એ રીતે વાવેતર કરવાનું આહવાન કરાયું






Comments

  1. This matter is world level problem and do by kunariya grampanchayat wel done good work

    ReplyDelete
  2. Pani ni samsya mate kunariya panchayat no prayatna swagat yogya che

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે                73 મો બંધારણીય સુધારો આવ્યો અને 1993થી પંચાયતીરાજ ધારો ગુજરાતમાં લાગુ પડયો આ અધિનિયમ થી સ્થાનીય શાસન માં ત્રણ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ને મજબુત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે સુધારો થતા બંધારણમાં 243g ઉમેરવામાં આવી છે જે પંચાયતોમાં સામાજિકન્યાય અને આર્થિકવિકાસ માટે આયોજન કરવાનું સુચવાયેલ છે પરંતુ અલ્પ મદદ અને ક્ષમતાના અભાવે પંચાયતોમાં આયોજન થઈ શક્યા નહીં અઢી દાયકામાં સરકારે સ્થાનીક આયોજન બને એ માટે ઘણા નવતર પ્રયોગો કર્યા પણ આ બધા અપૂરતા રહ્યા  1 એપ્રિલ 2016થી ભારત સરકારે સબકી યોજના સબકા વિકાસ ના નામે ગામેગામ આયોજન બનાવવા આહ્વાન કરાયું પીપલ્સ પ્લાન કેમપેઈન થી ઘણા બધા ગામોએ પ્રયત્ન કર્યા તેમ છતાં આદર્શ પરિસ્થિતિ હજુ અપેક્ષિત છે આ વર્ષે જિલ્લા પંચાયત કચ્છ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કાર્યશાળાઓ થઈ રહી છે જે આવકાર્ય પહેલ છે ગ્રામ પંચાયતોને આહ્વાન છે કે તમામ 632 પં...