ખેડૂતોની આવક વધારવાની કેન્દ્ર સરકારે ગયા વર્ષે જાહેરાત કરી અને ત્યારબાદ ખેડુતોના ખર્ચ ઘટાડવાની પણ વાતો થવા લાગી. સરકાર ના સૌથી અગત્યના એકમ તરીકે ગ્રામ પંચાયતો એ આ દિશામાં મહત્વની ફરજ અદા કરવાની થાય કુનરીયા જુથ ગ્રામ પંચાયતમાં તારીખ 3 7 2019 ના રોજ ICICI ફાઉન્ડેશન ના સહયોગથી વરસાદ બાદ વાવેતર પહેલા ખેડૂતોએ શું કાળજી રાખવી એ બાબતે તાલીમ આપવામાં આવી ICICI ફાઉન્ડેશનના સોયબ ખાન અને નિવૃત્ત ખેતીવાડી અધિકારી અરુણ ભાઈ નો ગામના ખેડૂતોને માર્ગદર્શન મળ્યું અગાઉથી જ તૈયાર કરાયેલી જમીનમાં કયું બિયારણ વાવવું જમીનનો પ્રકાર ભેજ સંગ્રહ શક્તિ ના આધારે પ્રચલિત પાકોનું વાવેતર કરવાની પદ્ધતિમાં જરૂરી એવા ફેરફારના સૂચનો કર્યા ખાસ કરીને એરંડા ગુવાર અને ઘાસચારા માટે ની જુવાર ના વાવેતર ની ભલામણ કરવામાં આવી સંશોધન કરાયેલા અને સર્ટિફાઇડ બિયારણ વાવેતર માટે પસંદ કરવા સિડ ટ્રીટમેન્ટ થયેલી હોય છતાં જરૂર પડે તો આવી ટ્રીટમેન્ટ કરવી ખાસ કરીને બિયારણ વચ્ચેનો ગાળો વાવેતર વખતે વાતાવરણનું તાપમાન વગેરે ધ્યાને લેવાની સલાહ અપાઇ જમીન તૈયાર કરતી વખતે પાયામાં નાખવાના ખાતરની પણ સમજૂતી આપી જર્નીનેશન દરમિયાન લેવાની કાળજી નીંદણ ની કાલ ના ઉપાયો વગેરે આ બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઇ ખેડૂતોના જટિલ પ્રશ્નોનો ઉકેલ આપવાનો પ્રયાસ થયો આગામી દિવસોમાં નિયમિત ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવશે અને પોષણક્ષમ ખેતી પદ્ધતિ સ્વીકારી વધારે ઉત્પાદન મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Comments
Post a Comment