ખેડૂત જગતનો તાત હોવા છતાં ઘણી બધી મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યો છે ઘણા બધા મંતવ્યો અને અનુભવેએ નિષ્કર્ષ પર આવ્યો કે ખેતીમાં હિસાબો કરવા,રાખવા અને એના આધારે ખર્ચ અને નફાની તુલના નો અભાવ જોવા મળે છે માનવીયશ્રમ, કુદરતી સંસાધન, બિયારણ,દવા,ખાતર,ખેડ વગેરેનો ખર્ચ થતો હોય આવો ખર્ચ સિઝનની શરૂઆતથી જ શરૂ થઇ જતો હોય છે અને ઉત્પાદન શીઝનના અંતે આવે બેહિસાબ ખર્ચ કર્યા બાદ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે નહીં ઘણા બધા કારણોમાંનું એક કારણ આ પણ છે કુનરીયા ના ખેડૂતો ખેતી દરમિયાન કરેલ ખર્ચ માટે ડાયરી નિભાવે આવક જાવક ના હિસાબો રાખે એવી પરંપરાની શરૂઆત કરવામાં આવી જરૂર કરતાં વધારે દવા અને ખાતર પર નિયંત્રણ રાખવા માટે ભલામણ કરવામાં આવી ઊંડીખેડ નિંદામણ દૂર કરવા ઉપરાંત મિત્ર જીવાતને પોષણની સલાહ અપાઇ શત્રુ જીવાતને દવા સીવાય પણ કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય એ માટેના ઉપાયો જેવાકે ફેરોમેન ટ્રેપ સ્ટીકિ ટ્રેપ ની વાત ખેડૂતોને કરવામાં આવી જીવામૃત ની સમજણ ઉપરાંત ખેડુતોને પડતી મુશ્કેલીનો પરંપરાગત ઢબે ઉકેલ મેળવવાની જાણકારી અપાઇ આમ ખેડૂતોની આવક બમણી કરવા ઉપરાંત ખર્ચમાં ઘટાડો કઈ રીતે કરી શકાય એ માટે ચર્ચા વિચારણા થઇ અન્ય પંચાયતોએ આ દિશામાં પ્રયત્નો કરવા જોઈએ.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
khub saras
ReplyDelete