કુનરીયા ગામની ની શાળામાં બાળકો માં સફાઈ અને પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે ગંભીરતા આવે એ માટે નાટક અને અને અભિનય ગીત દ્વારા સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં ચિત્રકામ,રંગપૂરણી અને વકૃત્વ સ્પર્ધા પણ ગોઠવવામાં આવી હતી. મહાત્મા ગાંધીનું જીવન અને આદર્શ બાળકોના વર્તનમાં આવે એ માટે બાળકોને ગાંધીજી ની આત્મકથા સત્ય ના પ્રયોગો હિંદ સ્વરાજ અને એવી ૨૦ પુસ્તકો વાંચવા માટે આપી ઉપરાંત માહિતી વિભાગ દ્વારા પરંપરાગત લોક વાદ્યો જોડીયા પાવા અને મોરચંગ થી બાળકોનું મનોરંજન કરવામાં આવ્યો. ICICI ફાઉન્ડેશન ના સહયોગ બાળકો ને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવ્યા. બાળકોએ તૈયાર કરેલ ચિત્રોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતુ. ભારત કો જાનો સ્પર્ધામાં નંબર લાવનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા અને આગામી પ્રશ્નમંચ ની તૈયારી માટે કાળજી રાખવા આહવાન કરાયું. તમામ બાળકો એ સફાઈ અને પ્લાસ્ટિકનો લોકો ઓછો ઉપયોગ કરે તેવો સંદેશો આપવા મેરેથોન રેલી કઢાઈ જેમાં બાળકો સૂત્રોચાર સાથે રસ્તામાં રહેલો કચરો સાફ પણ કર્યો હતો.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Comments
Post a Comment