ભારત રૂરલ લાઈવ્લિહૂડ ફાઉન્ડેશન ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી સ્વતંત્ર સંસ્થા છે જે ગ્રામીણ યુવાનો નું ક્ષમતાવર્ધન કરી એમનઆ જીવિકા માટે સક્ષમ કરે છે વિવિધ વિષય પર તાલીમ આપી યુવાનોને એક્સપોઝર ના આધારે સચોટ માહિતી મળે એ હેતુથી ભારતના છ રાજ્યો મહારાષ્ટ્ર રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના 30 યુવાનો પંદર દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા છે આમ તો આ વિદ્યાર્થીઓ એસીટી એરીડ કમ્યુનિટી એન્ડ ટેકનોલોજી સંસ્થા માં પાણી અને એ સંબંધિત ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા આવ્યા છે અને એ મારફત કુનરીયા માં પાણી બાબતે થઇ રહેલા આયોજન વોટર બજેટ અને આ તમામમાં લોકભાગીદારી કઈ રીતે આવે અને પાણી બચાવવા માટે આવતા પડકારો સામે પંચાયતે શું પગલાં લીધાં છે એની જાણકારી મેળવી પંચાયતે ટકાઉ વિકાસના માપદંડ માં છઠ્ઠા નંબરે શુદ્ધ પીવાલાયક પાણી દરેક માટે સરળતાથી મળી રહે એ માટે કરેલા પ્રયત્નો થી વાકેફ કર્યા 73 મો બંધારણીય સુધારો ૧૧ મી અનુસૂચિ માં પાણી અને સંબંધિત કરવામા આવેલી જોગવાઈ ઓ ની ચર્ચા કરવામાં આવી ગ્રામ પંચાયત દ્વારા પાણી અને વૃક્ષ ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવી છે તે ની સ્થળ મુલાકાત કરવામાં આવી.
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી
Comments
Post a Comment