Skip to main content

જિલ્લા ખેતીવાડી અધીકારી શ્રી શિહોરા સાહેબે કુનરીયા ના ખેડુતો ને માર્ગદર્શન આપ્યુ.

ગયા વર્ષે ખેડુતોની આવક બમણી કરવા કુનરીયા પંચાયતને નક્કી કર્યું હતું ખેડૂતોની આવક બમણી ની સામે ખર્ચ ઘટાડવાના પણ પ્રયાત્નો  પંચાયત દ્વારા થયા છે એ શીલ શિલા મા  આ સિઝનની છઠ્ઠી મીટીંગ ખેડૂતો સાથે કરી જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શિહોરા સાહેબ વિસ્તરણ અધિકારી શ્રી વાઘમશી સાહેબ ગ્રામ સેવક જયેશભાઈ આત્માથી વિજયભાઈ અને સુધીરભાઈ ઉપરાંત rseti માંથી જ હર્ષદભાઈ વાસાણી અને icici foundation ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ગામના 35 ખેડૂતો સાથે એરંડા ના પાકમાં આવતી ઈયળ ની ઓળખ એની અવસ્થાઓ અને મોનોક્રોટોફોસ ઉપરાંત અન્ય દવાઓ છાંટી કઈ રીતે નિયંત્રણ કરવું એ બાબતે ચર્ચા કરવામાં આવી ખેતીવાડી અધિકારી શિહોરા સાહેબ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અને પ્રધાનમંત્રી માન ધન યોજના બાબતે વિસ્તારપૂર્વક માહિતી આપી આ યોજનાનો લાભ લેવા માટેની લાયકાતો અને ભરવાનો થતો પ્રિમીયમ ગણતરી સાથે ખેડૂતોને સમજાવ્યું અટલ પેન્શન યોજનાની વિગતવાર માહિતી આપી  આ ઉપરાંત આગામી શિયાળુ પાક માટે ઘઉં અને રાયડા ની વિવિધ જાતો સીડ ટ્રીટમેન્ટ  અને પાયાની માવજત બાબતે માર્ગદર્શન આપાયું ખેડૂતોને સતત અને નિયમિત માર્ગદર્શન ઉત્પાદન માટે ઉપયોગી સાબિત થઇ રહ્યું છે.

Comments

Popular posts from this blog

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરીયામાં વ્હાલી દિકરી ના વધામણા

  કુનરીયા ગામે  વ્હાલી દિકરી ના વધામણા કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસ કરવામાં આવી, જે સમગ્ર ગામ માટે અનોખો અને પ્રેરણાદાયી પ્રસંગ હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૪માં જન્મેલા તમામ દિકરીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું અને તેમના માતા માટે પોષણ અને કાળજીના મહત્વ પર જાગૃતિ લાવવામાં આવી. દિકરીઓને પાઠવવામાં આવેલા પ્રેમના ઉપહાર  આ પ્રસંગે દિકરીઓને (પછેડા) પહેરવાના કપડા ભેટમાં આપ્યા ગયા. આ પછેડા માત્ર એક ભેટ નથી, પરંતુ તે પંચાયતની દિકરી પ્રત્યેની લાગણી નું પ્રતીક છે. સાથે જ, માતાઓને પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે દિકરીના જન્મ પછી માતાના આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. માતા માટે ખાસ માર્ગદર્શન માતાઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ કાળજી અને પોષણના મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. આ માર્ગદર્શન માતા-દિકરીના ભવિષ્યને વધુ મજબૂત અને સુખમય બનાવવા માટે ખાસ તૈયાર કરાયું હતું.  સમુદાય માટે પ્રેરણાદાયી ક્ષણ આ કાર્યક્રમ માત્ર એક અનૂઠી ઉજવણી જ નહીં, પરંતુ સમાજમાં દિકરીઓ પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવનાને વધારવાનો પ્ર...