કુનરીયા સ્વચ્છ જીવનશૈલી અપનાવવા તરફ એકદમ
એસ બી એમ (જી) હેઠળ પૂરજોશમાં કામો થયા આવા કામો બાદ સ્વચ્છતા લોકોની જીવનશૈલીમાં આવે એ ખૂબ જરૂરી છે કુનરીયા ગ્રામ પંચાયતે એ દિશામાં સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે તારીખ 23/10 ના રોજ ૯૫ જેટલા બહેનો અને ૧૨ ભાઇઓએ ગામની શેરીઓ જાહેર મિલકતો આંગણવાડી પંચાયતઘર સાંસ્કૃતિક હોલ મુખ્ય ચોક વગેરે ની સાફ સફાઈ કરી સફાઈ માટેના સાધનો સ્વચ્છાએ ગામ લોકો પોતાના ઘરેથી લાવ્યા હતા
એક ઘરમાંથી રોજનો કેટલો કચરો નીકળે છે એનો વજન કરી પ્લાસ્ટિક અને અન્ય કચરાને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય એ દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને યુનિસેફ માંથી આવેલ પ્રતિનિધિએ વાત કરી
કચરાને કઈ રીતે મૂલ્યવાન બનાવી શકાય એ દિશામાં માર્ગદર્શન આપ્યું હતું
Nice
ReplyDelete