ગત તારીખ 17 ના રોજ ભાવનગર પંચમહાલ અરવલ્લી જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ અને ઉત્થાન સસ્થાના ટીમલીડરો એ કુનરીયા પંચાયતની મુલાકાત લીધી.
73 માં બંધારણીય સુધારા થી ગ્રામ સભાને વૈધાનિક દરજ્જો પ્રાપ્ત થયો ગ્રામસભામાં થયેલી ચર્ચાના આધારે પંચાયતો ને સોપાયેલ ૨૯ વિષયો પર પંચાયત કઈ રીતે કામ કરશે, અંતિમ તબક્કાના લોકોની શાસન વ્યવસ્થામાં કઈ રીતે ભાગીદારી આવે સામાજિક ન્યાય સંબંધી પંચાયતોએ કયાપ્રકારના કામો કરવાના થાય અને ફરજિયાત સમિતિઓની શું ભૂમિકા MGNREGA. NSAP, અને અન્ય યોજનાઓનો સામાજિક પરિવર્તનમાં કેટલું મહત્વ.
પંચાયતની કામગીરી માં સરકાર દ્વારા થતા મૂલ્યાંકન ની વ્યવસ્થા અને માર્ગદર્શનની પ્રક્રિયાની વાત કુનરીયા પંચાયતની મુલાકાતે આવેલા ૧૪ તાલુકાના ૪૦ જેટલા પ્રતિનિધિઓ એ જાણી દરમિયાન કુનરિયા પંચાયતના આરોગ્ય વિભાગમાં થતી રસીકરણ અને લોક સુખાકારી માટે થતી પ્રવૃત્તિ નો નર્સ છાયા બેને પરિચય કરાવ્યો કસ્તુરબા પોષણ સહાય અને બાળકો માટે પ્રીએજ્યુકેશન ની જાણકારી આંગણવાડી કાર્યકર ગીતા બેને આપી શાળામાં થતા વિવિધ નવીન પ્રયોગો અંગે આચાર્ય મીતાબેને જણાવ્યું પાણી માટે પંચાયત અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયત્નની માહિતી ભુરાભાઈ આહીર અને કૈલાશભાઈ આહિરે આપી સેતુ અભિયાનના ભાવેશભાઈ આવનાર તમામ પરિચય કરાવી સ્વાગતકર્યુ ભારતી ગરવાએ વ્યવસ્થા સંભાળી હતી.
Comments
Post a Comment