તારીખ 5 ફેબ્રુઆરી 2020 ના અંજાર તાલુકા સરપંચ સંગઠન ના 17 જેટલા સરપંચો અને સેતુ અભિયાન ના 3 પ્રતિનિધિઓ એ ભુજ તાલુકા ના કુનરીયા ગામ ની મુલાકાત લીધી શરુઆત મા અંજાર તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ નુ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવા મા આવ્યુ બાદ મા ગ્રામ પંચાયત વિકાસ આયોજન કઈ રીતે કરવા મા આવે છે ઍ પ્રક્રિયા થી વાકેફ કરાયા આયોજન મા લોકો ની ભાગીદારી વધારવા માટે પંચાયત દ્વારા કરવા મા આવેલા નવીનતમ પ્રયોગો ની વાત થઈ યુવાનો બહેનો બાળકો દિવ્યાંગો વંચિત વર્ગ ના લોકોની માંગણીઓ આયોજન મા લેવા વિવિધ જુથો સાથે થયેલ બેઠકો અને એ માટે થયેલા પ્રયત્નો ની વાત કરવા મા આવી આરોગ્ય શિક્ષણ ખેતી પશુપાલન પોષણ પાણી ગટર સ્વચ્છતા રસ્તા રોજગારી પેન્શન MGNREGA, NSAP, વગેરે ની વિગત વાર ચર્ચા કરાઈ
ગ્રામ સભા અને સામાન્ય સભા મા લોકો ને સહભાગી કરવા માટે વિવિધ પ્રયોગો ઉપરાંત આયોજન અને એના અમલીકરણ મા આવતી મુશ્કેલીઓ અને એના સુચિત ઉપાયો ની પણ વાત કરવા મા આવી ખાસ કરીને પંચાયતી રાજ અધિનિયમ ની જોગવાઈઓ ને આધારે સુશાસન વ્યવસ્થા તરફ પ્રયત્નો કરવા દિશા નિર્દેશ થયો
ત્યાર બાદ પંચાયત દ્વારા કરાયેલ કામો ની સ્થળ મુલાકાત લીધી જેમા શાળા મા વિધ્યાર્થીઑ ની હાજરી પ્રોત્સાહન માટે પંચાયત ની દરમ્યાનગીરી શાળા નુ આયોજન મા ગામ લોકો નુ યોગદાન વગેરે થી સરપંચો માહિતગાર થયા ઉપરાંત MGNREGA ના શ્રમિકો થી ઉભા કરાયેલ વનિકરણ સાઈડ ની મુલાકાત લીધી ઉપરાંત આંગણવાડી ના કાર્યકરો ની કામ કરવા ની રિત અને પાણી માટે તૈયાર કરાયેલ water security plan બાબતે અવગત થયા. સરપંચ સંગઠન જિલ્લા ની બધી સારી કામગીરી કરતી પંચાયતો ઍક બીજા માથી શીખે અને અમલ મા મુકે એ માટે સતત પ્રયત્નશીલ છે
આ તકે સંગઠન ના પ્રમુખ સામજી ભાઈ હિરાની અને તમામ હોદેદરો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા સેતુ માથી પ્રતિનિધિઓ જોડાયા હતા કોડકી સેતુ ના ભાવેશ ભાઈએ સંચાલન કર્યું હતુ
Comments
Post a Comment