તારીખ 18 2 2020 ના રોજ કુનરીયા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું શરૂઆત માં અધ્યક્ષની પરવાનગી સાથે શરૂઆત થઈ એજેન્ડા મુજબ પંચાયતના તલાટી શ્રી નારણભાઇ આહિરે ગ્રામસભાનું વાંચન કર્યું આવક-જાવક નો હિસાબ ઉપરાંત ઉપલબ્ધભંડોળની વાતો કરી બાદમાં આવેલ અરજીઓને વાંચી લીધા બાદ નિકાલ કર્યો ચાલુ વિકાસ કામો અંગે માહિતગાર કર્યા આગામી કામો અંગે ચર્ચા કરવામાં આવી
બાળકોમા પ્રશ્નો ખાસ કરીને શાળા આરોગ્ય અને આંગણવાડીસબંધિત ચર્ચાઓ થઈ રેડ્ઝોનના બાળકો યેલો માં આવ્યા એ બાબતે થયેલી પ્રક્રિયા ની વાત કરવામાં આવી પોષણ આહાર અને નિયમિતતાથી આ શક્ય ક બન્યું બહેનોને રોજગારી બાબતે ખાસ કરીને ભરતકામ અને એમ્બોરોડ્રી ની તાલીમ અને ચર્ચા કરવામાં આવી ટીબીના દર્દીઓને નિયમિત દવા લે છે કે નહીં તે અંગે ચર્ચા થઇ
આ સમય દરમ્યાન કુનરીયા પંચાયતના જિલ્લા કક્ષાએ મોનિટરિંગ કમિટી માં હાજર રહેવા આમંત્રણ મળ્યો એ બાબતે ચર્ચા થઈ હૈદરાબાદ એન.આઈ આર.ડી માં કુનરીયા ના પ્રેઝન્ટેશન ની ચર્ચા કરવામાં આવી
Comments
Post a Comment