વાસ્મો પાણી પુરવઠા વિભાગ યુનિસેફ સિગ્મા ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે કુનરીયામા એક દિવસીય વર્કશોપ યોજાયો જેમાં જિલ્લાની 12 પંચાયતોને સાથે રાખી મોનીટરીંગ પર્ફોમન્સ ઓફ પાણીસમિતિ નામની એન્ડ્રોઇડ બેઝ એપ્લીકેશન થી પાણી સમિતિ એ કરેલા કામ બાબતે માહિતી એકત્રિત કરાશે.
MPPS એપ્લિકેશનમાં રોજ-બરોજના પાણી સ્ત્રોત અને સેવા સંબંધિત માહિતી અપલોડ કરવાની થશે ઉપરાંત મહિનાના અંતે પાણીની ગુણવત્તા વિતરણ વ્યવસ્થા રીપેરીંગ આવક જાવક સંબંધિત માહિતી એકત્રિત કરાશે અને વર્ષના અંતે વોટર બજેટ સંબંધિત આંકડા પાણીની ગુણવત્તા ફરિયાદો અને નિવારણ સેવા સંબંધિત માહિતી અપલોડ કરાશે.
આ એપ્લિકેશનનો પ્રયોગ સમગ્ર ગુજરાતમાંથી કચ્છની ૧૨ પંચાયતોમાં થઈ રહ્યો છે જેમાં ભુજની ૩, માંડવીની ૩,ગાંધીધામની બે નખત્રાણાની ૨, ૧ રાપર અને ૧ અબડાસાની પંચાયતનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે યુનિસેફના મમતાબેન પાણી પુરવઠા ચીફ એન્જિનિયર વનરા સર વાસ્મો યુનિટ મેનેજર કટારીયા સાહેબ સિગ્મા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપરાંત પાણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
Comments
Post a Comment