District Health Officer gave guidance to the adolescent girls in the program organized by Kunaria juth Gram Panchayat and gram aarogya Sanjivani Samiti.
કુનરીયા જૂથ પંચાયત અંને ગ્રામ આરોગ્ય સંજીવની સમિતિ દ્વારા કુનરીયા માં કિશોરીઓને માર્ગદર્શન અપાયુ.
તારીખ ૩/૩/૨૦૨૦ ના રોજ કુનરીયા ગામ માં ૧૦ થી ૧૯ વર્ષ ની કન્યાઓને તરુણાવસ્થા દરમ્યાન આવાના શારીરિક ફેરફારો અગે માર્ગદર્શન અપાયુ. આ પ્રસંગે જીલ્લા ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી જીલ્લા સમાજ સુરક્ષા અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એ.પી.રોહડિયા સાહેબ તાલુકા આરોગ્ય અધિકારી ડો.મનોજભાઈ પરમાર સાહેબ ગ્રામપંચાયતસભ્યો, વડીલો અને ૧૩૦ જેટલી કિશોરીઓ હાજર રહી હતી.
આ પ્રસંગે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ બાળકોના અધિકાર અને બાળસુરક્ષા સંબધીત યોજનાઓ થી લોકોને માહિતગાર કર્યા. બાળલગ્ન અધિનિયમ મુજબ બાળલગ્ન કોને કહેવાય અને બાળલગ્ન માં સામેલ લોકોને દંડ અને સજાની જોગવાઈ બાબતે સમજ આપી. આ પ્રસંગે રસોઈ સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું પોષ્ટીક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવનાર તમામ કિશોરીઓની પ્રસંશનીય રસોઈને બિરદાવી હતી.
જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રેમકુમાર કન્નરસાહેબે તરુણાવસ્થા ના તબકા તરુણાવસ્થા દરમ્યયાન લેવાની થતી કાળજી આહાર અને વિચાર બાબતે માગઁદશઁન આપ્યું. ઉપરાંત કન્યાઓ આત્મરક્ષણ માટે કરાટે શીખવા પર ભાર મુકયો. સમાજમાં દીકરી પર થતા અન્યાય તરફ દિશાનિર્દેશ કરતા વર્તન માં બદલાવ કરવાની સલાહ આપી.
કાર્યક્રમ ની શરૂઆતમાં અંજલી કેરાસીયા એ કિશોર અવસ્થામાં થતી મુશ્કેલી ઓને પપેટ શો ના માધ્યમ થી થી વ્યક્ત કરી આનંદી છાંગા એ બેટી બચાવો બેટી પઢાવો ની વિસ્તૃત વાત કરી. સરપંચ સુરેશ છાંગા એ બહેનોની આર્થીક પરિસ્થિતિ સુધારવા પંચાયત દ્વારા થયેલા પ્રયત્નો ની વાત કરી મિલ્કત ખરીદવા માં બહેનોને નોધ પાત્ર વધારા ઉપરાંત જન્મ દર માં દીકરીઓનું ગુણોતર પ્રમાણ પણ પંચાયત ના પ્રયત્નોથી શક્ય બન્યું છે. ચાલુ વર્ષ ૩૯ બાળકોના જન્મ સામે ૩૯ કન્યા ઓ ના જન્મ જન્મદરની સમાનતામાં સુચક છે. નાના પ્રયત્નોથી બેહેનોની ખરીદ શક્તિમાં વધારો થવો નિર્ણય પ્રકિયામાં ભાગીદારી આવવા જેની નોધપાત્ર બદલાવ આપ્યા છે સમગ્ર કાર્યક્રમ નો સંચાલન ANM છાયાબેન ચાડે કર્યુઁ હતું ગીતાબેન વારોત્રા, મનીશા ભાનુશાલી, ભારતી ગરવા વગેરેનો સહયોગ મળ્યો અંતે ૧૩૬ દીકરીઓને સેનેટરી પેડ નું વિતરણ કરી સૌ છુટા પડયા.
Comments
Post a Comment