BHUJ M.L.A. Nimaben Acharya took care of the workers of Kunaria ભુજ ના ધારાસભ્ય નીમાબેને નરેગા શ્રમિકોની ચિંતા કરી.
ભુજ વિસ્તારના ધારાસભ્ય નિમાબેન આચાર્ય કુનરીયા ના મનરેગાના કામદારોની કરી ચિંતા.
કોરોના જેવી મહામારીમાં શરૂઆતમાં જનજાગૃતિ થી બચાવ અને બાદમાં લોકોની રોજગારી માટે કેન્દ્ર પુરસ્કૃત મનરેગા યોજના હેઠળ શ્રમિકોને કામ સામે પૂરતું વળતર અને કામ કરવાની આદર્શ સ્થિતિનું નિર્માણ થાય એ માટે ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય એ શ્રમિકોની ચિંતા કરી. શ્રમિકો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા નું પાલન કરે એવી ભલામણ કરી સૌ શ્રમિકો ને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે કામ દરમિયાન છાયડા ની વ્યવસ્થા ઉપરાંત શ્રમિકોની રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે સરપંચ અને ગ્રામ રોજગાર સેવક ને સૂચન કર્યા. ખાસ વીટામીન ની ગોળી ઉપરાંત પોષક તત્વો વાળો નાસ્તો મળી રહે એવી વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું. શ્રમિકોનું શરીરનું તાપમાન મપાય એ માટે થર્મલ સ્કેનર મશીન ની ભેટ કર્યું. તમામ શ્રમિકો ને સખીમંડળ દ્વારા બનાવાયેલા માસ્કનું વિતરણ કરાયું. ઉપરાંત હાથ ધોવા અને વ્યક્તિગત સ્વચ્છતા રાખવા સેનીટાઈઝર પણ શ્રમિકો ને ભેટ કર્યા. કામના સ્થળ પર સામાજિક અંતર ઝડવાય એ બાબતથી સૂચિત કર્યા. શ્રમિકોની ચિંતા માં સહભાગી થઇ સાથે રહીને આ કોરોના સામેની લડાઈમાં જીતવાની ભાવના વ્યક્ત કરી.
આ પ્રસંગે હંદવાડામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર મેહુલભાઈ જોષી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડ, ધવલભાઇ,તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનોજ પરમાર, આરોગ્ય વિભાગની ટીમ આહિર આગેવાન હરિભાઈ દામજીભાઈ હાજર રહ્યા હતા. મહામારીમાં ગ્રામ્ય શ્રમિકો ની ધારાસભ્ય ચિંતા કરતા ગ્રામલોકોએ ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment