તારીખ 27 ઓક્ટોબર 2020 ના રોજ ભારત સરકાર ના MSME વિભાગ અને ટૅક્ષટાઈલ મંત્રાલય ણા સંયુકત ઉપક્રમે ભુજ તાલુકા ના કુનરીયા ગામે કૉપર બેલ ભરતકામ ના કારીગરો અને યુવા ઉધ્યોગ સાહસિકો ને માર્કેટિંગ માટે ડિજીટલ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા ની માહિતી અપાઈ આ તકે હેન્ડીક્રાફ્ટ ડેવેલોપમેન્ટ ના અધિક નિયામક શ્રી રવિવિર ચૌધરી સાહેબ MSME ના સહાયક નિયામક જોષી સાહેબ RSETI ના શ્રી અજિત શર્મા સાહેબ CMHM ના નિયામક યાદવ સાહેબ હેન્ડીક્રાફ્ટ મંડળી ના પ્રમુખ દાદુજી સોઢા મેઘજીભાઇ વણકર વગેરે હાજર રહ્યા હતા
કારીગરો અને વ્યવસાયકારો ને ઇન્ટરનેટ ના વિવિધ પ્લેટફોર્મ જેવા કે બ્લોગ,સર્ચ એન્જિન ઓપ્ટિમાઈજેશન, સોશિયલ મિડિયા,ઍડવર્ડ,યુ-ટ્યૂબ, એપ્લિકેશન,મેલ માર્કેટિંગ નો ઉપયોગ કરી પોતાના વ્યવસાય ને વિશાળ ફલક પર લઈ જવા માર્ગદર્શન અપાયુ ફેસ બુક નુ એકાઉન્ટ પેજ એનુ પ્રમોશન વૉટસએપ બિઝનેશ નો ઉપયોગ જસ્ટ ડાયલ પર લિસ્ટિંગ કરાવવું અમુક કારીગરો ની ગવર્નમેન્ટ ઇલેક્ટ્રોનિક માર્કેટ પર નોધણી કરાવા મા આવી કોવિદ 19 પછી કારીગરો ને માર્કેટ મળે એ માટે પંચાયત દ્વારા ઘણાં પ્રયત્નો કરવા મા આવ્યા છે અને ડિજિટલ માર્કેટિંગ મા રહેલી તકો ને ઓળખી વધુ મા વધુ ઉપયોગ કરવા માહિતગાર કરાયા ખમીર માથી ઘટિત ભાઈ લહેરુ અને સેતુ અભિયાન માથી ધવલ ભાઈ આહિર હાજર રહ્યા હતા 50 યુવાનો એ પ્રત્યક્ષ માહિતી મેળવી ઉપરાંત અન્ય યુવાનો આ માહિતી મળી રહે એ માટે યુ ટ્યૂબ પર લાઈવ કરવા મા આવ્યુ ગામ ના યુવા સરપંચ સુરેશભાઈ છાંંગા એ સૌ નો આભાર માન્યો.
Comments
Post a Comment