Good results can be obtained from the public participation and conversion of state and central government schemes
રાજ્ય અને કેંદ્ર સરકાર ની યોજનાઓ ના કન્વર્ઝન્સ અને લોક ભાગીદારી થી સારા પરિણામો મળી શકે છે
ગત તારીખ 20/6/2020 ના રોજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના DDPC ઇન્દ્રજીત ભાઈ APO રજનીકાંત ભાઈ અને ગ્રામ પંચાયત ના અમુક સભ્યૉ સાથે મળી ગામ પંચાયત માલિકી નો સર્વે નંબર 57 નો અમુક ભાગ મા ઘાસ ચારા ણા વાવેતર માટે પસંદ કરાયૉ આ પ્લોટ મા બાવળ ની સફાઈ MGNREGS ના શ્રમિકો ઍ કરી દાતા ના સહયોગ થી 20 કલાક ટ્રેકટર ચલાવ્યું 200 થી વધુ ગામ ના બહેનો એ શ્રમ કરી આણંદ કૃષિ યુનિવર્સિટી થી આવેલ નેપિયર ની સુધારેલી જાત ની સ્ટીક નુ વાવેતર કરાયુ સમયાંતરે આ ઘાસ પ્લોટ મા પાણી ખાતર જરુર પડે નિંદણ કરવા ગામ લોકો આવતા આજે આ ઘાસ પ્લોટ મા 7 થી 8 ફુટ ની હાઈટ વાળું ઘાસ છે છેલ્લા ઘણાં દિવસ થી ગામ ની 300 જેટલી ગાયો આ પ્લોટ નો ઘાસ ખાય છે હજુ દશેક દિવસ ચાલે એટલો ઘાસ ઉભો છે રસ્તા મા ગાયો ને પાણી પીવા વાસ્મો યોજના અંતર્ગત પાણી નો અવાડો બનાવાયો છે ત્યા ગાયો પોતાની તરસ છીપાવી તૃપ્ત થાય છે જિલ્લા વિકાસ અધિકારી,DRDA ડાયરેકટર તાલુકા વિકાસ અધીકારી અને અન્ય સજ્જનો આંગળી ચિંધ્યા ના પુણ્યના હક્દાર છે
Comments
Post a Comment