કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા ટીકા મહોત્સવ ને સરળ બનાવવા કોવિડ રિસ્પોન્સ ટીમ સાથે એક મહત્વની બેઠક મળી.
કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા ટીકા મહોત્સવ ને સરળ બનાવવા કોવિડ રિસ્પોન્સ ટીમ સાથે એક મહત્વની બેઠક મળી.
આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીરંડીયારા ના મેડિકલ ઓફિસર અવાના મેમણ અને કચ્છ યુનિવર્સિટી ના સમાજકાર્ય વિભાગના વડા ડોક્ટર ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ રસીકરણ બાબતે ફાયદા સંબંધિત ચર્ચા કરવામાં આવી સમાજમાં પ્રવર્તમાન અફવાઓથી ગભરાયા વગર 45 વર્ષ થી ઉપરના તમામ લોકો આ રસીકરણ કાર્યક્રમમાં જોડાય એવી અપીલ કરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા તમામ સમાજના આગેવાનો વડીલો, આશાવર્કરો, આંગણવાડી વર્કર, ગ્રામસેવક, તલાટી, શિક્ષકો , સામુદાયિક આરોગ્ય અધિકારી ,પંચાયત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવતા યુવાનો સાથે આગામી ગંભીર પરિસ્થિતિમાં શું પગલા લેવા કેવી તૈયારીઓ કરવી આગામી ત્રણ માસ નું આયોજન કરવામાં આવ્યું. જરૂર જણાય ૨૦ બેડની હોસ્પિટલ ની વ્યવસ્થા ઊભી કરવા તૈયારી કરવામાં આવી. આગામી દિવસોમા કોવિડ કાઉન્સિલિંગ સેન્ટર ઉભુ કરી માનસિક સાંત્વના આપવાની વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી પણ કરવામાં આવેલ છે. કુનરીયા પંચાયત દ્વારા હેલ્થ ડેસ્ક અંતર્ગત એક નંબર પર સંપર્ક કરવાથી તમામ
માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે કુનરીયા પંચાયત દ્વારા પ્રચાર-પ્રસાર ના તમામ માધ્યમોનો ઉપયોગ કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે મોટા ફ્લેશ બેનર પર કેવી કાળજી રાખવી કઈ બાબતનું ધ્યાન રાખવું વગેરે જાણકારી અપાસે રંગોળી દ્વારા બાળકોને પણ માહિતી અપાશે.
કોવિડ રિસ્પોન્સ ટીમ સાથે આયોજન બેઠક માં વડીલો ગ્રામ સેવક તલાટી શિક્ષકો આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત NSS ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા સેતુ અભિયાન ના ધવલ આહીર અને ભારતી ગરવા એ વ્યવસ્થા સંભાળી હતી.
Comments
Post a Comment