Skip to main content

વિધ્યાર્થીઓ ને શિક્ષણતરફ પ્રેરીત કરવા અને શાળા સાથેના તેમના અનુબંધને મજબુત કરવા કુનરીયામાં પ્રવેશોત્સવ ની અનોખી ઉજવણી કરવા મા આવી.


 તારીખ ૧૫ જુન ના રોજ કુનરીયા મુકામે અનોખો પ્રવેશોત્સવ યોજાયો સર્વત્ર કોવિદ ની નીરાશા વચ્ચે હકારાત્મક અભીગમ સાથે બાલકો ને પ્રવેશ અપાયો સામાન્ય રીતે બાળકો ને શાળા મા બોલાવી ને પ્રવેશ અપાય છે પરંતુ કોવિદ ની પરિસ્થિતી મા બાળક ના ઘરે જઇ બાળક ને પ્રવેશ આપવામા આવ્યો શાળા આપના દ્વારે ઊક્તિ ને ચરિતાર્થ કરાતા  આવા ૨૮ બાળકો ને તેમના ઘરે જઇ પ્રવેશ આપવામા આવ્યુ.


બાળક નુ પ્રથમ દિવસ યાદગાર બની રહે એમ શાળા પ્રવેશ ને ઉત્સવ ની જેમ ઊજવવા ની પરંપરા આવા સમયે પણ જાળવવા ના પ્રયાસ હાથ ધરવા મા આવ્યા

પ્રવેશ પાત્ર બાળક ને શૈક્ષણીક કીટ અને પ્રવેશપત્ર આપવાની સાથે તે બાળક ના ઘરે એક વૃક્ષ નુ વાવેતર પણ કરવા મા આવ્યુ બાળઉછેર સાથે પર્યાવરણ ના જતન નો સંદેશ પણ આપવામા આવ્યો




વાલીઓ અને શિક્ષકો વચ્ચે સબંધ ઉભો થાય અને આગામી દિવસો મા ઓનલાઇન કે હોમ લર્નીગ વખતે વાલી એ બાળક બાબતે શુ કાળજી લેવી એ બાબતનુ માર્ગદર્શન અપાયુ

આજ ના દિવસે પ્રાથમિક શાળા ના મોટા બાળકો માટે જ્ઞાનસેતુ બુક ના માધ્યમ થી વિષય સજ્જતા આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામા આવતી બુક વિધ્યાર્થી ને આપવામા આવી




ગ્રામ પંચાયત સંચાલીત પુસ્તકાલય નુ લોકાર્પણ કાર્યક્રમ પણ આ તકે રાખવા મા આવ્યુ પુસ્તકાલય મા પુસ્તકો ઉપરાંત ઓનલાઇન શિક્ષણ મેળવી શકાય એ હેતુ થી કમ્પ્યુટર અને પ્રોજેક્ટર ની વ્યવસ્થા ઉભી કરવા મા આવી છે

ગ્રામ પુસ્તકાલય મા વડિલો માટે વિધ્યાર્થીઓ માટે અને યુવાનો માટે ના ટાઇમ સ્લોટ નક્કી કરવા મા આવ્યા છે વિધ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી શકે એવા પુસ્તકો અને માહોલ પુરૂ પાડવામા આવસે ખાસ બહેનો માટે ના યુનિટ મા મહિલા સશક્તિકરણ  સબંધીત પુસ્તકો વસાવાયા છે કિશોરીઓના વાંચન માટે વિશેષ સમય ફાળવવા મા આવ્યો છે

આ તકે કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પારૂલબેન કારા જિલ્લા પંચાયત ના સદ્સ્ય દામજીભાઇ ચાડ કેળવણી નીરીક્ષક ઉમેશ ભાઇ રૂઘાણી બી.આર.સી. કોર્ડીનેટર સી. આર.સી. કોર્ડીનેટર એસ એમ સી અધ્યક્ષો અને ગામ લોકો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન પ્રતીમાબેન ખોખરે કર્યુ હતુ ધવલ આહિર ભાવેશ ભટ્ટ ભુરાભાઇ કેરાસીયા અને ભારતી ગરવા એ વ્યવસ્થા સંભાળી હતી.






Comments

  1. Vah Sureshbhai
    Bahuj prashashniy karya.

    ReplyDelete
  2. સારસ્વત બાળકો ના આનંદ માટે નો પ્રશંસનીય પ્રયત્ન

    ReplyDelete

Post a Comment