ગતતારીખ ૩૦/૦૭/૨૦૨૧ નાં રોજ જળ સ્ત્રાવ વિકાસ સમિતિ કુનરીયા અને જીલ્લા જળ સ્ત્રાવ એકમ ના સંયુક્ત ઉપક્રમે કુનરીયા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી આ ઉપક્રમે વિવિધ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ એ પૈકી પાણી વ્યવસ્થાપન સમસ્યા અને સમાધાન આ વિષય પર નિબંધ સ્પર્ધા નુ આયોજન કરાયુ હતુ ત્રણ વિભાગ મા કુલ ૭૬ જેટલી સ્પર્ધકો એ ભાગ લીધો કચ્છ જેવા પ્રદેશ મા પાણી ના મહત્વ ને સમજાવતા આદર્શ ૧૫ નીબંધો ની બુક બનાવી ને પ્રસિધ્ધ કરવા મા આવશે
આ પ્રસંગે જીલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એચ ઠક્કર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ગામના ભુજલ જાનકાર કૈલાસ આહિરે ગામ મા પાણી સંરક્ષણ અને સંવર્ધન માટે કરવા મા આવેલી કામગિરી નો ચાર્ટ ના માધ્યમ થી પ્રેજેન્ટેશન કર્યુ હતુ બાદ મા નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામા આવ્યા પાણી ના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકો જાગૃત થાય એ હેતુ થી કરવા મા આવેલ ઉજવણી ના કાર્યક્રમ નુ સંચાલન બાબુભાઇ જોગલે કર્યુ હતુ સરપંચ સુરેશભાઇ છાંગાએ સૌને આવકાર્યા હતા ભારતી ગરવા એ આભાર વ્યકત કર્યો હતો અને ભુરા ભાઇ નો સહયોગ મળ્યો હતો.
ખૂબ સરસ
ReplyDelete