ફ્રેન્ડસ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ અમદાવાદ (FWWB) સંસ્થા દ્વારા કુનરીયા ના બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે
અને આર્થિક સક્ષમ થાય એ માટે બહેનો સાથે એક સંવાદ કરવામાં આવ્યો જેમાં ગામના ૮૦
જેટલા બહેનો ઉપરાંત (FWWB) ના
સ્ટેટ કો-ઓર્ડીનેટર ડોક્ટર જૈનિશ ચૌહાણ , ચેતનભાઇ પ્રયાસ સંસ્થાના વનીતાબેન અને રેશ્માબેન હાજર
રહ્યા હતા.
આ પ્રસંગે ગામના સરપંચ સુરેશ છાંગાએ પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું ડૉક્ટર જૈનિશ ચૌહાણે પોતાની વાતમાં જણાવ્યું કે ગામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બહેનો વિવિધ વ્યવસાયમાં તાલીમ લે તાલીમ બાદ તૈયાર થયેલ પ્રોડક્ટ ના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે પણ આ સંસ્થા હેન્ડ – હોલ્ડ સપોર્ટ કરશે એવી વાત કરી. બહેનો પરંપરાગત તાલીમ જેવી કે સીવણ ક્લાસ કે બ્યુટી પાર્લર પૂરતા સીમિત ન રહે અને અન્ય વ્યવસાયની સંભાવનાઓ તપાસી તાલીમ મેળવે તે જરૂરી છે. બહેનો દૂધ અને પશુપાલન , ગૃહ સુશોભન, રસોઈ સંબંધિત , કમ્પ્યુટર કે જવેલરી સંબંધિત તાલીમ મેળવવા આહવાન કરાયું. આગામી દિવસો માં જરૂરિયાતો નું મૂલ્યાંકન થયા પછી ૧૦ જેટલા વ્યવસાયો ની તાલીમ અને માર્કેટિંગના સંબંધિત તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમથી બહેનોમાં આર્થિક ઉપાર્જન સંબંધિત વૈચારિક બદલાવ આવશે અને બહેનો નાની બચત અને આર્થિક સંપન્ન બનશે આ માટે બાલિકા પંચાયત અને કુનરીયા પંચાયત સતત સહયોગમાં રહેશે. કાર્યક્રમના અંતે બાલિકા પંચાયતના સરપંચ ભારતી ગરવા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment