કોવિદ ની પરિસ્થિતી મા બાળકોના શિક્ષણકાર્ય મા થોડી મર્યાદા ઓ અનુભવી સરકાર શાળાઓશિક્ષકો અને વાલીઓ એ વિવિધ સ્તરે અલગ અલગ માધ્યમો થી પ્રયત્નો કર્યા અંતે કોરોના માથી થોડી રાહત થતા શાળાઓ પુર્વવત શરુ થઇ બાળકો પરંપરાગત શિક્ષણ મેળવતા થયા કુનરીયા પ્રાથમિક શાળા મા પરંપરાગત શિક્ષણ ઉપરાંત જીવનના અન્ય કૌશલ્યો વિકસાવે એ માટે સતત પ્રયત્નો થતા રહ્યા છે એ શિલશિલામા ગત તારીખ ૩૦અને ૩૧ એમ બે દિવસ બાળમેળા નુ આયોજન કરવા મા આવ્યુ બન્ને શાળા ના ૧૮ જેટલા સ્ટોલ મા ૫૪ વિધ્યાર્થીઓએ પોતાની કળા અને આવડત નુ પ્રદર્શન કર્યુ વિવિધ વિભાગો મા ફુડકોર્ટ અને હસ્તકળા ના સ્ટોલ લગાવવામા આવ્યા હતા બાળકો ને વેપાર વિનિમય અને વાણીજય અંગે ની સમજ આપવામા આવી ઉપરાંત વેપારી અને ગ્રાહક ના સબંધો અને વ્યવહાર સબંધીત માહિતી આપવામા આવી. ગામના નવનિયુક્ત સરપંચ શ્રી રશ્મિબેન છાંગા એ આ બાળમેળા નુ ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુક્યુ એસ.એમ.સી. ના સભ્યો વાલીઓ અને ગામલોકો આ બાલકલાકારો અને વેપારી ઓને પ્રોત્સાહિત કરવા બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા આ તકે શાળા પરિવાર દ્વારા નવનિયુક્ત સરપંચ સરપંચ શ્રી નુ પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ.
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી