Skip to main content

Posts

Showing posts from February, 2022

નાના ભુલકાઓને પુર્વ પ્રાથમિક શિક્ષણપુરૂ પાડવા આંગણવાડી કાર્યકર અને તેડાઘરના બહેનો ની પ્રશંસનીય કામગીરી

  છેલ્લા ઘણાં સમય થી કોવિદ ના કારણે આંગણવાડીઓ બંદ હતી હવે સુખઃદ પરિસ્થિતીમા પુર્વવત થઇ કુનરીયા ગામની આંગણવાડીમા બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણ તો અપાયજ છે એ સાથે બાળકોની તંદુરસ્તી નો પણ ધ્યાન રાખવામા આવે છે કુપોષીત બાળકો ના વાલીઓ ને મળી ગૃહમુલાકાત દરમ્યાન સતત માર્ગદર્શન અપાય છે બાળકોને મેનુ મુજબનુ આહાર મળે તે સુનિશ્ચિત કરવા મા આવે છે બાળકો અને વાલીઓમા સફાઇ ની આદત વિકસે એવા પ્રયાસ કરવા મા આવે છે બાળકો ને વિવિધ રમકડા સાથે રમતો રમાડવા મા આવે છે ઉપરાંત ધાત્રીમાતા સગર્ભા બહેનો ને પુરક આહાર અપાય છે કિશોરીઓને વિવિધ પ્રવૃતી કરી BMI આધારે ખોરાક લેવા પ્રેરણા આપવામા આવે છે.

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન હેઠળ તેલીબિયાં પાક લેતા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કુનરીયા ગામે તાલીમ અપાઇ

 તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના કુનરીયા ગામે ૬૦ જેટલા ખેડૂતોને પાકના વાવેતર પૂર્વે કરવાની થતી તૈયારી તે દરમિયાન અને બાદમાં કઈ કાળજી રાખવી એ બાબતે તાલીમ આપવામાં આવી આ તાલીમમાં ખેડૂતોને તેલીબીયા પાક વિશે જાણકારી મેળવી આ પાકનું વાવેતર વધે આવા પાકમાં આવતા જીવાતથી ખેડૂતો અવગત થાય અને તેના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતી ભલામણ ની માહિતી મેળવી આ તકે એગ્રોશેલ ના  પ્રતિનિધિ નટુભાઈ રાઠવાએ એરંડાના પાક માટે પૂર્વ તૈયારી કઇ રીતે કરવી અને કુનરીયા ની આબોહવા ને ધ્યાનમાં રાખી કઈ જાતનું વાવેતર કરવું તેની જાણકારી આપી હતી  પશુપાલન વિભાગના વેટરનરી ઓફિસર ડો. શૈલેષભાઈ ચૌધરી ખેતીના પૂરક વ્યવસાય તરીકે પશુપાલન અપનાવવા ખેડૂતોને માહિતગાર કર્યા પશુઓમાં આવતા રોગ ની જાણકારી આપી અને સરકાર દ્વારા આપવામાં આવતી રસીઓ સમયસર લેવાની ભલામણ કરી હતી આઇ ખેડૂત પોર્ટલ પર પશુપાલકોને લગતી યોજનાઓ ની માહિતી આપી  ગ્રામસેવક યુ. એન.  પનારા સાહેબ આઈ ખેડુત પોર્ટલ પર આવનારી ખેડૂતલક્ષી યોજનાઓ ની ઓનલાઈન નોંધણી અને વેરિફિકેશન બાબતે જાણકારી આપી સરળ ભાષામાં ખેડૂતોને અકસ્માત વીમા બાબતે જણાવ્યું કાઝરી  કૃષિ વ...