નાના ભુલકાઓને પુર્વ પ્રાથમિક શિક્ષણપુરૂ પાડવા આંગણવાડી કાર્યકર અને તેડાઘરના બહેનો ની પ્રશંસનીય કામગીરી
છેલ્લા ઘણાં સમય થી કોવિદ ના કારણે આંગણવાડીઓ બંદ હતી હવે સુખઃદ પરિસ્થિતીમા પુર્વવત થઇ કુનરીયા ગામની આંગણવાડીમા બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણ તો અપાયજ છે એ સાથે બાળકોની તંદુરસ્તી નો પણ ધ્યાન રાખવામા આવે છે કુપોષીત બાળકો ના વાલીઓ ને મળી ગૃહમુલાકાત દરમ્યાન સતત માર્ગદર્શન અપાય છે બાળકોને મેનુ મુજબનુ આહાર મળે તે સુનિશ્ચિત કરવા મા આવે છે બાળકો અને વાલીઓમા સફાઇ ની આદત વિકસે એવા પ્રયાસ કરવા મા આવે છે બાળકો ને વિવિધ રમકડા સાથે રમતો રમાડવા મા આવે છે ઉપરાંત ધાત્રીમાતા સગર્ભા બહેનો ને પુરક આહાર અપાય છે કિશોરીઓને વિવિધ પ્રવૃતી કરી BMI આધારે ખોરાક લેવા પ્રેરણા આપવામા આવે છે.
Comments
Post a Comment