રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન હેઠળ તેલીબિયાં પાક લેતા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કુનરીયા ગામે તાલીમ અપાઇ
તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના કુનરીયા ગામે ૬૦ જેટલા ખેડૂતોને પાકના વાવેતર પૂર્વે કરવાની થતી તૈયારી તે દરમિયાન અને બાદમાં કઈ કાળજી રાખવી એ બાબતે તાલીમ આપવામાં આવી આ તાલીમમાં ખેડૂતોને તેલીબીયા પાક વિશે જાણકારી મેળવી આ પાકનું વાવેતર વધે આવા પાકમાં આવતા જીવાતથી ખેડૂતો અવગત થાય અને તેના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતી ભલામણ ની માહિતી મેળવી આ તકે એગ્રોશેલ ના પ્રતિનિધિ નટુભાઈ રાઠવાએ એરંડાના પાક માટે પૂર્વ તૈયારી કઇ રીતે કરવી અને કુનરીયા ની આબોહવા ને ધ્યાનમાં રાખી કઈ જાતનું વાવેતર કરવું તેની જાણકારી આપી હતી
પશુપાલન વિભાગના વેટરનરી ઓફિસર ડો. શૈલેષભાઈ ચૌધરી ખેતીના પૂરક વ્યવસાય તરીકે પશુપાલન અપનાવવા ખેડૂતોને માહિતગાર કર્યા પશુઓમાં આવતા રોગ ની જાણકારી આપી અને સરકાર દ્વારા આપવામાં આવતી રસીઓ સમયસર લેવાની ભલામણ કરી હતી આઇ ખેડૂત પોર્ટલ પર પશુપાલકોને લગતી યોજનાઓ ની માહિતી આપી
ગ્રામસેવક યુ. એન. પનારા સાહેબ આઈ ખેડુત પોર્ટલ પર આવનારી ખેડૂતલક્ષી યોજનાઓ ની ઓનલાઈન નોંધણી અને વેરિફિકેશન બાબતે જાણકારી આપી સરળ ભાષામાં ખેડૂતોને અકસ્માત વીમા બાબતે જણાવ્યું કાઝરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુકમા ના ડોક્ટર રામનિવાસે ખેડૂતોની બમણી આવક કરવા ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા નું આહવાન કર્યુ પ્રાકૃતિકખેતી તરફ ખેડૂતો વધારે પ્રભાવિત થાય તે માટે માર્ગદર્શન આપ્યું ખેડૂતોના સવાલોના નિષ્ણાંતોએ સંતોષકારક જવાબ આપ્યા સમગ્ર તાલિમ દરમિયાન મોડેરેટોર તરીકે ઉપ સરપંચ સુરેશ છાંગા એ ફરજ અદા કરી હતી જયદીપસિંહ જનકભાઈ અને પ્રવિણભાઈ વ્યવસ્થામાં જોડાયા હતા
Comments
Post a Comment