કુનરીયા મા અંધત્વ નીયંત્રણ કાર્યક્રમ હેઠળ KCRC દ્વારા નિશુલ્ક નેત્રનિદાન કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યુ
કુનરીયા ગામ માં રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અંધજન મંડળ KCRC દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગામના સરપંચ શ્રીમતી રશ્મિબેન ,ઉપસરપંચ શ્રી સુરેશભાઈ છાંગા ,બાલિકા સરપંચ ભારતીબેન ,કુમાર શાળા ના આચાર્ય મીતાબેન પરમાર નેહાબેન પટેલ કન્યા શાળા ના આચાર્ય જયેશભાઈ પટેલ તેમજ KCRC અંધજન મંડળ માંથી રઈશાબાનું કાઝી(optrometris) ઇશ્વરભાઇ ડામોર ,દિવ્યાબેન આચાર્ય હાજર રહ્યા હતા.
આ કેમ્પ માં 124 જેટલા દર્દીઓ ની આંખ ની તપાસણી કરવામાં આવેલ અને 45 દર્દીઓ ને નંબર ના ચશ્મા આપવામાં આવેલ અને 14 જેટલા દર્દીઓને મોતિયો અને વેલના ઓપરેશન માટે અંધજન મંડળ દ્વારા મફત માં ઓપેરેશન કરી આપવા માં આવશે.
Comments
Post a Comment