કુનરીયા જુથ ગ્રામ પંચાયત ની ૨૪/૦૪ ની ગ્રામ સભા નો અહેવાલ Report on Gram Sabha of Kunaria gram panchayat on 24/04
કુલ મતદાતા :- ૨૩૭૬ તા :- ૨૪/૪/૨૦૨૨ :- ૫૦ જણ ( પંચાયતી રાજ દિવસ )
હાજર ગ્રામજનો :- 383 + 5 = 388 સમય :- ૧૦:૦૦ સવારે )
સ્થળ : - કુનરીયા કુમાર શાળા
આજરોજ ની સભા તારીખ ૧૬/૪/૨૦૨૨ના રોજ ગ્રામ પંચાયત દ્વારા બહાર પડેલ એજન્ડા તથા તાલુકા તથા જીલ્લા કક્ષાએથી મળેલ સુચના તથા અધ્યક્ષ સ્થાને થી મળેલ સૂચનો ના આધારે આજરોજ ની ગ્રામસભા મળે છે. જે ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ ૯૩ ની આધારે કોરમ પૂર્ણ હોય સરપંચશ્રી રશ્મિબેન સુરેશભાઈ છાંગા ના અધ્યક્ષ સ્થાને ચાલુ કરવામાં આવે છે .
હાજર ગ્રામજનો / અધિકારી / પદ અધિકારી ની સંખ્યા
• 383ગ્રામજનો :- પુરુષ : 248
• મહિલા : 135
• S.C. : 88
• S.T. : ૦
• ૮ પદઅધિકારીશ્રી
• ૩ કર્મચારીઓ
• ૬ આમંત્રીત વિધાર્થીઓ
397 કુલ્લ
મુદા નં : (૧) ગત સભાની કાર્યવાહી નોંધ નું વાંચન અને બહાલી .
ઠરાવ નં : (૧) આજરોજ ની સભા માં કુનરીયા જૂથ ગ્રામ પંચાયત ની ગત સભા તારીખ : ૨/૧૦/૨૦૨૧ ની કાર્યવાહી નોંધ નું વાંચન કરવામાં આવ્યું તથા જે તે ગ્રામસભા માં થયેલ કુલ :૫ ( મુદા -૭ ) તમામ ઠરાવ ને સર્વાનુમતે બહાલી આપવામાં આવે છે.
- ઠરાવ સર્વાનુમતે પસાર
ઠરાવ મુકનાર : - ભરત ભારમલ ડાંગર
ટેકો આપનાર :- સુરેશભાઈ છાંગા
મુદા નંબર : (૨) આવક અને ખર્ચનું વાંચન અને બહાલી
ઠરાવ નંબર : (૨) આજ રોજ તારીખ ૨૪/૪/૨૦૨૨ ના રોજ મળેલી ગ્રામસભામાં વર્ષ ૨૦૨૧ માં થયેલી આવક કુલ :- ૧૮,૨૬,૫૪૬/- તથા ખર્ચ કુલ :- ૭૪,૬૦,૦૪૯ /- ની સાથે આવક સિલક :- ૧૨,૧૪,૩૦૭/- છે. જેમાં હાલ IDBI બેંકમાં ૧૧,૯૫,૧૭૨/- તથા નાણાં પંચ હેઠળ ICICI બેન્કમાં ૯,૭૦,૨૪૮/- ની રકમ છે તથા તમામ ખર્ચ ને સર્વાનુમતે બહાલી આપવામાં આવે છે.
ઠરાવ સર્વાનુમતે પસાર
ઠરાવ મૂકનાર :- સુરેશકુમાર છાંગા
ટેકો આપનાર :- રશ્મિબેન છાંગા
મુદ્દા નંબર : (૩) સ્વામિત્વ યોજના અંગે ચર્ચા.
આજરોજ ગ્રામસભાનું ખાસ મુદ્દા પૈકીનો સ્વામિત્વ યોજના જે વર્ષ ૨૦૨૦ ના રોજ ૨૪ એપ્રિલ ના અમલમાં આવેલ છે . જેમાં ગામના ગામ તળ વિસ્તારની માપણી અને માલિકી હક જેવા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તે માટે સ્વામિત્વ યોજના અસરકારક છે જે અંગેની વિગતવાર યોજના ની માહિતી સિનિયર સર્વેયર અગારા સાહેબ માહિતી આપે છે
મુદ્દા નંબર : (૪) પંચાયતી રાજ દિવસ ની ચર્ચા.
આજરોજ ની ગ્રામસભામાં પંચાયત રાજ દિવસ અંગે ની વિગતવાર ચર્ચા કરવામાં આવી તેમજ પંચાયતી રાજ દિવસ ની સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંગે તથા લક્ષ્યાંક અંગેની વિગતવાર અહીંથી ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી સુરેશકુમાર છાંગા એ આપેલ છે.
મુદ્દા નંબર : (૫) મનરેગા યોજનામાં કામોની દરખાસ્ત.
ઠરાવ નંબર : (૩) આજરોજ ની તારીખ 24 4 2022 ની ગ્રામસભામાં નીચે મુજબના કામો મનરેગા યોજના હેઠળ કરવાનું ઠરાવ સર્વાનુમતે કરવામાં આવે છે.
કામ ના નામ:-
1. કુનરીયા ગામે આંગણવાડી નંબર ૧ થી પંચવટી વન સુધી મેટલ રોડ નું કામ – ૫૦૦ મીટર અંદાજિત
2. વીરાવીરી વોકડા માં ચેકડેમનું કામ ( ૪૦ મીટર)
3. પઈવાડી બાજુ જતા વોકળા પર ચેકડેમનું કામ (૨૧ મિટર)
4. અનુસૂચિત જાતિ વિસ્તારથી પઇવાળી તરફ જતા રસ્તામાં મેટલ નું કામ ( ૭૦૦ મિટર )
5. કાકરીયા તળાવ માં ઓગનના વોકડા પર ચેકડેમનું કામ ( ૪૦ મીટર )
6. કોલી વાસથી કાયરા વાળી વિસ્તાર તરફ જતા રસ્તા પર મેટલ રોડનું કામ ( ૧૦૦૦ મીટર)
7. કુનરીયા ગૌચર જમીન સર્વે નંબર ૫૭ તથા ૮૨ માં સામુહિક જમીન સુધારણા નું કામ.
ઉપરોક્ત કામો મનરેગા યોજના હેઠળ કરવા માટેનું ઠરાવ સર્વાનુમતે કરવામાં આવે છે.
o ઠરાવ સર્વાનુમતે પસાર
ઠરાવ મૂકનાર :- ગીતાબેન આર ચાડ
ટેકો આપનાર :- ભરત ભારમલ ડાંગર
મુદ્દા નંબર : (૬) સપ્તર્ષિના સાત મુદ્દા અંગે ગ્રામજનો સાથે ચર્ચા.
આજરોજ ની તારીખ ૨૪/૪/૨૦૨૨ ની ગ્રામસભામાં નીચે મુજબના સાત મુદ્દા પર ગ્રામજનો સાથે વિગતવાર ચર્ચા - વિચારણા કરવામાં આવી.
1. ખેતી અને સિંચાઈ
2. આરોગ્ય
3. શિક્ષણ
4. પુરવઠા
5. પાણી પુરવઠા અંગે
6. પંચાયત
7. કાયદો અને વ્યવસ્થા
ઉપરોક્ત મુદ્દા પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી.
મુદ્દા નંબર :- ( ૭ ) ગ્રામજનો તરફથી રજૂઆત
આજરોજ ની ગ્રામ સભામાં નીચે મુજબની રજૂઆત ગ્રામજનો તરફથી આવેલ છે.
1. કુનરીયા વાડી વિસ્તારમાં પાણીની લાઈન નું કામ કરવા અંગે.
2. નવા વીજ મીટર જોડાણ કરવા અંગે.
3. નવા નામ BPL યાદીમાં ઉમેરવા અંગે.
4. સમયાંતરે ગ્રામ સફાઈ કરવા અંગે.
5. ગામમાં મેઈન ફળિયામાં મોટી કચરાપેટી મૂકવા અંગે.
6. કોલી વિસ્તારથી શાળા સુધી ડામર રોડ કરવા અંગે.
7. ગૌચર જમીન વિકાસ અંગે.
8. બાળ લગ્ન પ્રતિબંધ નો અમલ કરવા અંગે.
9. ગામમાં રસીકરણ કરાવવા અંગે.
10. આંગણવાડી નંબર ૨ અને ૩ વૃક્ષારોપણ કરવા અંગે.
11. જુના કુનરીયામાં ગટર લાઈન તથા સીસી રોડ નું કામ.
12. રણછોડ કાનજી કેરાસીયાના ઘર પાસે ગટર સફાઈ નું કામ કરવા અંગે.
13. અનુસૂચિત જાતિ વિસ્તારમાં સેડનું કામ કરવા અંગે.
મુદ્દા નંબર:- (૮) પંચાયત સભ્ય તરફથી રજૂઆત
આજરોજ ની ગ્રામ સભા નીચે મુજબની રજૂઆત સભ્ય તરફથી કરવામાં આવેલ છે.
1. નોડેવાસમાં સીસી રોડ નું કામ
મુદ્દા નંબર : (૯) અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત
મુદ્દા નંબર: ૯/૧ ચાઈલ્ડ ફ્રેન્ડલી એક્ટિવિટી અંગે.
ઠરાવ નંબર: - (૪) આજ રોજની સભામાં કુનરીયા જુથ ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત બંને સાથે સહયોગ ચાલુ વર્ષે વિવિધ ચાઈલ્ડ ફ્રેન્ડલી એક્ટિવિટી કરવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવે છે
- ઠરાવ મૂકનાર:- રશ્મિબેન છાંગા
- ટેકો આપનાર:- ગીતાબેન રાજેશ ચાડ
મુદ્દા નંબર : ૯/૨ સ્વચ્છતા તથા સ્વચ્છ ભારત મિશનના કાર્યક્રમો હાથ ધરવા અંગે.
અધ્યક્ષ સ્થાને થી ગ્રામસભા માં ગામ માં સ્વચ્છતા નું વાતાવરણ ઉભુ કરવા તેમજ “ સ્વચ્છ ભારત મિશન” હેઠળ વિવિધ કાર્યક્રમો ની સમજ ગ્રામજનો ને આપવામાં આવી.
મુદ્દા નંબર : ૯/૩ “હર ઘર જલ” યોજના અંગે ગ્રામ્ય કક્ષાએ જાહેરાત અંગે.
આજરોજ ની સભામાં ગ્રામ્ય કક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાની અને કેન્દ્ર સરકારની ઘર ઘર જલ યોજનામાં કુનરીયા, નોખણીયા, રુદ્રમાતા ગામમાં તમામ ઘરોમાં જળ દ્વારા પાણી આપવા અંગે તથા યોજના અંગેની માહિતી આપવામાં આવી
મુદ્દા નંબર : ૯/૪ ગૌચર જમીનની માપણી અંગે.
ઠરાવ નંબર (૫) : આજરોજ ની ગ્રામસભામાં ગૌચર જમીનની માપણી તથા સંબંધિત દબાણ હોય તો નિકાલ કરી ગૌચર જમીન વિકાસ કરવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવે છે.
- ઠરાવ સર્વાનુમતે પસાર
- ઠરાવ મૂકનાર રશ્મિબેન છાંગા
- ટેકો આપનાર વાલીબેન
મુદ્દા નંબર : ૯/૫ VCPC સમિતિની રચના તથા ચાઈલ્ડ ફ્રેન્ડલી વિલેઝ પ્લાન બનાવવા અંગે.
અધ્યક્ષ સ્થાનેથી આજરોજ ની સભામાં સુનિશ્ચિત કરવામાં આવ્યું કે તારીખ ૨૫/૨/૨૦૨૨ ની પંચાયત સભા માં બનાવેલ સમિતિ નું વાંચન કરવામાં આવ્યુ તથા નીચે મુજબના મુદ્દાઓને ધ્યાને લઇ આગામી સમયમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વિલેઝ પ્લાન બનાવવામાં આવ્યું.
1. બાળ લગ્ન જાગ્રતી લાવવા
2. બાળ મજૂરીમાં થી સો ટકા મુક્ત કરવા અંગે.
3. સો ટકા બાળકોને પ્રાથમિક શાળામાં એક ૧ ધોરણમાં એડમિશન.
4. નિર્ણય પ્રક્રિયામાં બાળકોની ભાગીદારી અંગે.
મુદ્દા નંબર ૯/૬ : પાણી સમિતિની રચના તથા વાસ્મો યોજના હેઠળ કામ ની મંજૂરી અંગે.
આજરોજ ની સભામાં કુનરીયા જુથ ગ્રામ પંચાયતની પાણી સમિતિની રચના જે તારીખ ૨૫/૨/૨૦૨૨ ની પંચાયત સભા માં બનેલ છે . જેની જાણ ગ્રામજનોને કરવામાં આવી તથા નીચે મુજબ ના કામો વાસ્મો યોજના હેઠળ મંજૂરી માં હોય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
● ઊંચી ટાંકી નું કામ
● ગામમાં પાણીની લાઈન નું કામ
મુદ્દા નંબર : ૯/૭ LED બલ્બ વપરાશ કરવા અંગે.
આજરોજ ની ગ્રામસભામાં કુનરીયા જુથ ગ્રામ પંચાયતના તમામ કુટુંબો LED બલ્બનો ઉપયોગ કરે તે અંગેનું સંકલ્પ સરપંચશ્રી દ્વારા લેવામાં આવેલ છે.
મુદ્દા નંબર :- ૯/૮ વૃક્ષો સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે.
આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થયાની યાદમાં કાર્યક્રમને યાદગાર બનાવવા હેતુસર અધ્યક્ષ સ્થાનેથી ગામ તળાવ પાસે ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ આગામી સમયમાં કરવા તથા ગામજનોને સહયોગ આપવા અંગેની ચર્ચા કરવામાં આવી.
મુદ્દા નંબર ૯/૯ ગ્રામ્ય કક્ષાએ તળાવ સ્ટોરેજ વધારવા અંગે.
પ્રધાનમંત્રીશ્રી ની સુચના મુજબ કુનરીયા જુથ ગ્રામ પંચાયતમાં આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાએ એક તળાવનું ખોદકામ કરી નવીનીકરણ કરવાનું પંચાયત દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેની જાણ ગ્રામજનોને આપવામાં આવી છે.
મુદ્દા નંબર ૯/૧૦ સોશિયલ સિકયુરીટી વિલેજ પ્રોગ્રામ અંગે.
આજરોજ ની ગ્રામસભામાં BPL યાદીમાં સમાવેશ કુટુંબોને યોજના દ્વારા વિકાસ તથા ગામમાં અસમાનતા દૂર કરવા તથા નિરાધાર લોકો વિધવા બહેનોને યોજના લાભ આપવા અંગે તથા સસ્તા ભાવ ની અનાજ ની દુકાન વ્યવસ્થિત મળી રહે તથા ગરીબ અને નાના લોકોને યોજનાનો લાભ આપવા સંબંધિત ગ્રામ સભામાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
મુદ્દા નંબર ૯/૧૧ :- વિલેજ વિથ ગુડ ગવર્નન્સ અંગે
આજરોજ ની ગ્રામસભામાં કુનરીયા જુથ ગ્રામ પંચાયતમાં નીચેના મુદ્દા પર આગામી સમયમાં વિલેજ વિથ ગુડ ગવર્નન્સ અંગે કામ કરવા અંગે કટિબદ્ધતા અધ્યક્ષસ્થાનેથી દર્શાવવામાં આવી.
1. પારદર્શક વહીવટ.
2. લોકભાગીદારી દ્વારા વહીવટ.
3. ટેકનોલોજીના ઉપયોગથી વહીવટ.
4. સર્વે સમાવેશી વિકાસ.
5. સમયસર યોજનાનો લાભ અંગે.
6. નાગરિક સુવિધા વ્યાપ વધારવા અંગે.
Comments
Post a Comment