The Navratri festival was celebrated by Kunaria Panchayat. કુનરીયા પંચાયત દ્વારા નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી.
ગત તારીખ ૧/૧૦/૨૦૨૨ ના રોજ કુનરીયા પંચાયત અને બાલિકાપંચાયત દ્વારા નારીશક્તિ ની ઉપાસના નાં પર્વ ની ઉજવણી ના ભાગ રુપે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવા મા આવ્યુ આ સ્પર્ધા મા ખાસ આકર્ષણનું કેન્દ્ર રાસ ગરબાની સ્પર્ધા પરંપરાગત વસ્ત્રો અને આભુષણોસાથે ગામની તમામ સમુદાય ની બહેનો માટે એકમેદાન મા ગરબા રમવા ની હરીફાઇ યોજવામા આવી
પરંપરાગત રીતે શક્તિ ની આરાધના મા ગવાતા ગરબા ગાવાની સ્પર્ધા યોજાઇ હતી ઉપરાંત ગરબા સણગાર સ્પર્ધાનુ પણ આયોજન કરાયુ હતુ જેમા આભલા અને અન્ય સુશોભન ની વસ્તુઓથી ઉત્સાહ ભેર ગરબા સણગારવા મા આવ્યા હતા
સ્વચ્છતા સપ્તાહ ને ધ્યાનમા રાખી ને ગામની શેરીઓની સફાઇ ની સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામા આવી હતી જેનો ઉદેશ્ય લોકો ઘરની સફાઇ ઉપરાંત શેરીઓની સફાઇમાટે પણ આદત કેળવે
વન્યજીવ સપ્તાહ ને ધ્યાનમા રાખી ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ જેમા વન્ય જીવોને સુરક્ષીત અને સલામત વાતાવરણ મળી રહે તેવો વિચાર સમુદાય મા વ્યાપ્ત થાય એવા હેતુ વન્યજીવ અને સમુદાય વિષય પર ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયુ
વાક્ચાતુર્ય અને વક્તૃત્વ નો શોખ રાખનારા લોકો માટે વક્તૃત્વ સ્પર્ધા નુ આયોજન કરાયુ જેનો વિષય આપણા તહેવારો હતો આપણા તહેવારો અને ઉજવણી ની રીત વૈજ્ઞાનીક તથ્યો બાબતે ચર્ચા કરવા મા આવી
વિવિધ સ્પર્ધા ઓનુ પરિણામ આ પ્રમાણે હતુ .
A)ગરબા રમવા ની સ્પર્ધા
a}જૂનીયર વિભાગ
૧)ગરવા આરુષી બેન રાજેશભાઇ
૨) કેરાસીયા છાયાબેન રણછોડભાઇ
b} સિનીયર વિભાગ
૧) વાણીયા પ્રાંજલબેન વાલજીભાઇ
૨) ગાગલ રાધાબેન સામજીભાઇ
B)ગરબા ગાયન સ્પર્ધા
૧) ગૌસ્વામી ચંદ્રિકાબેન દિપકગીરી
૨) છાંગા સંગીતાબેન માવજીભાઇ
C)ગરબા શણગાર સ્પર્ધા
૧) કેરાસીયા શ્રધ્ધાબેન હિરાભાઇ
૨) વાણીયા સુહાનાબેન સુરેશભાઇ
D)વક્તૃત્વ સ્પર્ધા
૧) છાંગા આનંદીબેન અરુણભાઇ
૨) કેરાસીયા નૈતીક નરશીભાઇ
E)ચિત્ર સ્પર્ધા
૧) ડાંગર માધુરીબેન વિરમભાઇ
૨) કેરાસીયા જાનકીબેન હરીભાઇ
F)શેરી સફાઇ
૧) જુના કુનરીયા સુમરાવાસ
તમામ સ્પર્ધકો વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામા આવ્યા હતા ૨૦૦ થી વધુ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો
સેતુ અભિયાન ના ધવલભાઇ,આઇ સી આઇ સી આઇ ફાઉન્ડેશન ના હેતલબેન, પ્રયાસ માથી સાકીબભાઇ,રેશ્માબેનઅને ચિત્રાક્ષીબેન નીર્ણાયક તરીકે ની સેવાઓ આપી હતી આ ઉપરાંત ગામની ૨૧ બહેનોને ઉજ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન નુ વિતરણ કરવા મા આવ્યા હતા ગેસ વિતરણ માટે એજન્સી ના પુર્વીબેન હાજર રહ્યા હતા કાર્યક્રમનો સંચાલન ભારતી ગરવાએ કર્યો હતો બાલીકાપંચાયત ના સભ્યોનો સહયોગ મળ્યો હતો.
Comments
Post a Comment