A projector was gifted to Kunariya village girls school by village sarpanch Shri Rashmiben Sureshbhai Chhanga.
કુનરીયા ગામની કન્યા શાળા ને ગામ ના સરપંચ શ્રી રશ્મિબેન સુરેશભાઇ છાંગા તરફથી એક પ્રોજેક્ટર ભેટ સ્વરૂપે આપેલ છે
જ્યારે આપણે વર્ગખંડ શબ્દ સાંભળીયે ત્યારે આપણા મસ્તિસ્ક મા શિક્ષકો વિધ્યાર્થીઓ બ્લેકબોર્ડ ચોક ડસ્ટર વેગેરે બાબતો આવે છે પણ ટેક્નોલોજીના આયુગે આપણી આ કલ્પનાઓ બદલી નાખી છે
કોરોના દરમ્યાન શૈક્ષણીક ક્ષેત્રમા ઘણાંબધા ઇનોવેશન જોવા મળ્યા છે શાળાઓમા વર્ચ્યૂઅલ બોર્ડ પ્રોજેકટર અને ઓડિયો વિજ્યુઅલ ઉપકરણો દ્વારા આધુનીક શિક્ષણ પધ્ધતિઓ અપનાવાઇ રહી છે સ્માર્ટ ક્લાસ ના આ તમામ તત્વો વિધ્યાર્થીઓ માટે શિક્ષણને મંનોરંજક અને રસપ્રદ બનાવે છે અને શિક્ષકોને અશરકારક રીતે શિખવાડવામા સક્ષમ બનાવે છે નવી ટેક્નોલોજીના આ યુગ મા સ્માર્ટ લર્નીગ એજ્યુકેશન સિસ્ટમ એ વિધ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઇ રહી છે
આ ટેક્નોલોજી નો ઉપયોગ કુનરીયા ના બાળકો પણ કરે એ હેતુ થી કુનરીયા સરપંચ દ્વારા કન્યાશાળા ના બાળકોને એક પ્રોજેકટર ભેટ આપવામા આવ્યુ હતુ આ પ્રસંગે શાળા નાં મુખ્ય શિક્ષક જયેશભાઇ પટેલ સી આર સી કો- ઓર્ડીનેટર શંભુભાઇ આહિર અને ઉપ સરપંચ સુરેશભાઇ છાંગા ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment