કુનરિયા ગ્રામ પંચાયત, બાલિકા પંચાયત અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા 7 જાન્યુઆરી, 2025 ના રોજ હિમોગ્લોબિન લેવલ તપાસવા અને કિશોરી ઓને માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 57 કિશોરીઓના હિમોગ્લોબિન લેવલ વજન અને ઊંચાઈની તપાસ કરવામાં આવી હતી.
પરિણામોમાં જાણવા મળ્યું કે 20 કિશોરીઓ સામાન્ય સ્થિતિમાં હતી 13 ને હળવો એનિમિયા હતો, 23 ને મધ્યમ એનિમિયા હતો અને 1 ને ગંભીર એનિમિયા હતો. બધી કિશોરીઓ ને ચોક્કસ ઉંમરે યોગ્ય હિમોગ્લોબિન લેવલ જાળવવાના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવી હતી તેમને મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ટાળવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી.
માસિક સ્રાવ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, અને સેનિટરી નેપકિન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વસ્થ આહાર જાળવવા માટેની ટિપ્સ સાથે વ્યક્તિગત સ્વચ્છતા અને એનિમિયા નિવારણ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કિશોરી તેમના કિશોરાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવી હતી
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રોહિત ભીલ સાહેબ કાઉન્સેલર કાનજી ભાઈ, મેડિકલ ઓફિસર પાયલ બેન, ગંગાબેન, દામજીભાઈ અને અસિત ભાઇ હાજર રહ્યા હતા અને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. ગામના સરપંચ રશ્મિ બેન, સેતુ માથી વનિતા બેન, સીએચઓ રિંકલ બેન, નર્સિંગ સ્ટાફ મંજુલા બેન, ઇન્દ્ર ભાઈ અને આશા વર્કર બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખંતપૂર્વક મહેનત કરી હતી





Comments
Post a Comment