કચ્છ ની ધરતી માટે ખૂબ લાંબો ઈતિહાસ અલગ અલગ ઇતિહાસકારો એ લખ્યો છે. ગામો એના વસવાટ, રીત-રિવાજ, ખાણી-પીણી અને પહેરવેશ પણ ભવ્ય વારસા નુ પ્રતિક છે. કુનરીયાના ભાતીગળ વારસા નું દસ્તાવેજીકરણ કરવાનું કુનરીયા પંચાયતે નક્કી કર્યું છે. જેથી આ વારસો અનુગામી પેઢીને સમજાય અને એનું જતન કરે ગામની કથાઓ, દંતકથાઓ, મંદિરો મસ્જિદો, ધર્મસ્થાનકો ,યુદ્ધવીરો ના સ્મારકો ખાદ્ય ખોરાક, પહેરવેશ, માન્યતાઓમ, કલા, આવડત વગેરે બાબતો અન્ય લોકો સુધી પહોંચે એ માટે દસ્તાવેજીકરણ સાથે કુમાર અને કન્યા શાળાના બાળકો નુ વારસા ની વાર્તા નામની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમા 18 બાળકોએ ગામનો ઈતિહાસ ઉજવાતા તહેવારો ધાર્મિક સ્થળો કુદરતી આફતો વખતે બચાવ અને રાહતની કામગીરી અન્ય સમાજો સાથેના સંબંધો ખેતી અને બિયારણ સાચવવાની પધ્ધતિ જેવા વિષયમાં વાર્તા કહી આ રીતે બાળકો ગામથી વધુ પરિચિત થયા અને વારસા અને પરંપરાથી અવગત થયા. જેમાં ગામના સરપંચ સુરેશભાઈ છાંગા સેતુમાથી ધવલ આહીર અને ભાવેશ ભટ્ટ ખયાલ સંસ્થામાંથી સેલજા બેન અને ગૌરવ ભાઈ અને લીયોરા બેન ઉપરાંત બંને શાળાનો સ્ટાફ અને ગામ લોકો હાજર રહ્યા હતા.