ગત તારીખ 25 જુલાઈ ના રોજ કુનરીયા મુકામે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશભાઈ જાની સાહેબ Act માંથી મનીષાબા જાડેજા અભિયાનના ભાવેશભાઈ વાસ્મો માંથી કમલેશભાઈ સાધુ અને નરેગા માંથી અર્પિત ભાઈ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા હતા. જલ શક્તિ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વ્યક્તિગત અને સામૂહિક કે સાર્વજનિક જગ્યાઓમાં જળ સંરક્ષણની કેટલી સંભાવનાઓ છે અને કુનરીયા પંચાયતની કેટલી જરૂરિયાત છે એ બાબતને ધ્યાને રાખી વોટર સિક્યુરિટી પ્લાન એટલે જળ સુરક્ષા આયોજન બનાવવાની ચર્ચા થઈ સરકારના રિપોર્ટને લાલબત્તી સમજી જાગ્રત થઇ એક ગામની પીવાના પાણી પશુઓના અને સિંચાઇના પાણીની કેટલી જરૂરિયાત છે અને સિઝનનો કેટલો વરસાદ ગામ અને સીમમાં પડે છે એનો અભ્યાસ કરવા એક ટીમની રચના કરવામાં આવશે Act દ્વારા આ ભુજળ જાણકારોને તાલીમ આપ્યા બાદ આપણું ભૂગર્ભજળ કેટલું છે તેનો અભ્યાસ થશે આવા જળની ગુણવત્તા નો પણ અભ્યાસ થશે આવા ભૂગર્ભજળની સતત દેખરેખ થશે અને વર્ષના અંતે શું ફેરફાર થાય છે તે જોવામાં આવશે આ ઉપરાંત વડીલોની કોઠાસૂઝ અને પરંપરાગત જ્ઞાન નો ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતોને જાણી-સમજી એનો પૂર્ણ ઉ...
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી