Skip to main content

Posts

Showing posts from August, 2021

કુનરીયા ગામે ૮૦ બહેનોને વિવિધ વ્યવસાય સંબંધિત તાલીમ આપવામા આવશે.

  ફ્રેન્ડસ ઓફ વુમન   વર્લ્ડ  બેન્કિંગ અમદાવાદ ( FWWB)   સંસ્થા દ્વારા કુનરીયા ના બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે અને આર્થિક સક્ષમ થાય એ માટે બહેનો સાથે એક સંવાદ કરવામાં આવ્યો જેમાં ગામના ૮૦ જેટલા બહેનો ઉપરાંત ( FWWB)    ના સ્ટેટ કો-ઓર્ડીનેટર ડોક્ટર જૈનિશ ચૌહાણ , ચેતનભાઇ પ્રયાસ સંસ્થાના વનીતાબેન અને રેશ્માબેન હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ સુરેશ છાંગાએ   પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું ડૉક્ટર જૈનિશ ચૌહાણે   પોતાની વાતમાં જણાવ્યું કે ગામ   જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બહેનો વિવિધ વ્યવસાયમાં તાલીમ લે તાલીમ બાદ   તૈયાર થયેલ   પ્રોડક્ટ ના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે પણ આ સંસ્થા હેન્ડ – હોલ્ડ   સપોર્ટ કરશે એવી વાત કરી. બહેનો પરંપરાગત તાલીમ જેવી કે સીવણ ક્લાસ કે બ્યુટી પાર્લર પૂરતા સીમિત ન રહે અને અન્ય વ્યવસાયની સંભાવનાઓ તપાસી તાલીમ મેળવે તે જરૂરી છે. બહેનો દૂધ અને પશુપાલન , ગૃહ સુશોભન , રસોઈ સંબંધિત , કમ્પ્યુટર કે જવેલરી   સંબંધિત તાલીમ મેળવવા આહવાન કરાયું. આગામી દિવસો માં જરૂરિયાતો નું મૂલ્યાંકન થયા પછી ૧૦ જેટલા વ્ય...

An essay competition was organized in KUNARIYA

 ગતતારીખ ૩૦/૦૭/૨૦૨૧ નાં રોજ જળ સ્ત્રાવ વિકાસ સમિતિ કુનરીયા અને જીલ્લા જળ સ્ત્રાવ એકમ ના સંયુક્ત ઉપક્રમે કુનરીયા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી આ ઉપક્રમે  વિવિધ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ એ પૈકી પાણી વ્યવસ્થાપન સમસ્યા અને સમાધાન આ વિષય પર નિબંધ સ્પર્ધા નુ આયોજન કરાયુ હતુ ત્રણ વિભાગ મા કુલ ૭૬ જેટલી સ્પર્ધકો એ ભાગ લીધો કચ્છ જેવા પ્રદેશ મા પાણી ના મહત્વ ને સમજાવતા આદર્શ ૧૫ નીબંધો ની બુક બનાવી ને પ્રસિધ્ધ કરવા મા આવશે  આ પ્રસંગે જીલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એચ ઠક્કર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ગામના ભુજલ જાનકાર કૈલાસ આહિરે ગામ મા પાણી સંરક્ષણ અને સંવર્ધન માટે કરવા મા આવેલી કામગિરી નો ચાર્ટ ના માધ્યમ થી પ્રેજેન્ટેશન કર્યુ હતુ બાદ મા નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામા આવ્યા પાણી ના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકો જાગૃત થાય એ હેતુ થી કરવા મા આવેલ ઉજવણી ના કાર્યક્રમ નુ સંચાલન બાબુભાઇ જોગલે કર્યુ હતુ સરપંચ સુરેશભાઇ છાંગાએ સૌને આવકાર્યા હતા ભારતી ગરવા એ આભાર વ્યકત કર્યો હતો અને ભુરા ભાઇ નો સહયોગ મળ્યો હતો.

કોરોનાકાળમાં જનતાની દરકાર લેતી સરકાર. મહામારીમાં કોઈ ભૂખ્યું ન સુવે એ માટે દરેક ગરીબોને અપાયું અનાજ. કુનરીયા મા અન્નોત્સવ ની ઉજવણી કરાઇ #HarGharAnn

 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનોત્સવ નો કાર્યકમ કુનરીયા લાયબ્રેરી મધ્યે યોજના ના નોડલ ઓફિસર  શ્રી સુરેશભાઇ છાંગા  ની રાહબરી માં યોજવામાં આવેલ સરકારી અધિકારી શ્રી જયેશભાઇ પટેલ નારાણભાઇ આહિર અને શંકરભાઇ મેરીયા ઉપરાંત ગ્રામજનો લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા