Skip to main content

Posts

Showing posts from May, 2022

કુનરીયા જુથ ગ્રામ પંચાયત ની ૨૪/૦૪ ની ગ્રામ સભા નો અહેવાલ Report on Gram Sabha of Kunaria gram panchayat on 24/04

કુલ મતદાતા :- ૨૩૭૬ તા :- ૨૪/૪/૨૦૨૨ :- ૫૦ જણ         ( પંચાયતી રાજ દિવસ ) હાજર ગ્રામજનો :- 383 + 5 = 388         સમય :- ૧૦:૦૦ સવારે ) સ્થળ : - કુનરીયા કુમાર શાળા આજરોજ ની સભા તારીખ ૧૬/૪/૨૦૨૨ના રોજ ગ્રામ પંચાયત દ્વારા બહાર પડેલ એજન્ડા તથા તાલુકા તથા જીલ્લા કક્ષાએથી મળેલ સુચના તથા અધ્યક્ષ  સ્થાને થી મળેલ સૂચનો ના આધારે આજરોજ ની ગ્રામસભા મળે છે. જે ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ ૯૩ ની આધારે કોરમ પૂર્ણ હોય સરપંચશ્રી રશ્મિબેન સુરેશભાઈ છાંગા ના અધ્યક્ષ સ્થાને ચાલુ કરવામાં આવે છે .  હાજર ગ્રામજનો / અધિકારી / પદ અધિકારી ની સંખ્યા  • 383 ગ્રામજનો :- પુરુષ : 248 •                  મહિલા : 135 •                  S.C.     : 88 •                               S.T.   : ૦ • ૮        પદઅધિકારીશ્રી...

કુનરીયા ગામ મા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માહિતી અપાઇ.Information was given to kunariya villagers under the national rural livelihood mission

ભારત સરકાર ના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા ગરીબોને સંગઠીત કરી સ્વરોજગાર મેળવતા થાય એવા આશય થી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન NATIONAL RURAL LIVELIHOOD MISSION ની શરૂઆત કરવામા આવી છે જેનો મુખ્ય ઉદેશ્ય ગરીબી નાબુદ કરવા નો છે ગરીબ લોકો ને સતત રોજગારી મળતી રહે તે માટે વ્યવસાય કરવા ધીરાણ પણ પુરુ પાડવામા આવે છે  ભુજ તાલુકાના કુનરીયા ગામે NATIONAL RURAL LIVELIHOOD MISSION માથી સચીનભાઇ હાજર રહી માહીતી આપી સખીમંડળો થયા બાદ કરવા ની થતી કાર્યવાહી અગેની માહીતી પણ આપવામા આવી હતી સખી મંડળો નીરંતરતા જળવાઇરહે એમાટે વહિવટી પ્રક્રિયા ની પણ સમજ આપવામા આવી હતી આગામી દિવસોમા બચત કરશે તો એના લાભ વિષયે પણ ગહન ચર્ચા થઇ  સરપંચ અને બહેનો એ ઉત્સાહ પુર્વક ભાગ લિધો

કુનરીયા મા અંધત્વ નીયંત્રણ કાર્યક્રમ હેઠળ KCRC દ્વારા નિશુલ્ક નેત્રનિદાન કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યુ

 કુનરીયા ગામ માં રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અંધજન મંડળ KCRC દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગામના સરપંચ શ્રીમતી રશ્મિબેન ,ઉપસરપંચ શ્રી સુરેશભાઈ છાંગા ,બાલિકા સરપંચ ભારતીબેન ,કુમાર શાળા ના આચાર્ય મીતાબેન પરમાર નેહાબેન પટેલ કન્યા શાળા ના આચાર્ય જયેશભાઈ પટેલ તેમજ KCRC અંધજન મંડળ માંથી રઈશાબાનું કાઝી(optrometris) ઇશ્વરભાઇ ડામોર ,દિવ્યાબેન આચાર્ય હાજર રહ્યા હતા.      આ કેમ્પ માં 124 જેટલા દર્દીઓ ની આંખ ની તપાસણી કરવામાં આવેલ અને 45 દર્દીઓ ને નંબર ના ચશ્મા આપવામાં આવેલ અને 14 જેટલા દર્દીઓને મોતિયો અને વેલના ઓપરેશન માટે અંધજન મંડળ દ્વારા મફત માં ઓપેરેશન કરી આપવા માં આવશે.