બેક ટુ સ્કૂલ સૂત્રથી બાળકોને પાછા સ્કુલ લાવવા માટે આદર્શ અને પ્રેરક વાતાવરણ પૂરું પાડવા રીચ ટુ ટીચ નાં કમ્યુનિટી ફેસીલીટેટર દ્વારા નવીન અને અનુકરણીય પ્રયત્નો થયા અને આશ્ચર્ય જનક બાળકો હાજરપણ રહ્યા. સ્કૂલ ૧૯ તારીખે ખુલવાની છે એ વાત ની જાણ ગામના દરેક નાગરિકને રેલીના માધ્યમથી થઈ, ડોર ટુ ડોર વિઝિટ કરવા બાદ અટેન્ડશ ચેમ્પિયન સાથે સંકલન થયું. ગામ લોકોને આકર્ષવા ની પહેલ અને શિક્ષણના કામ માટે સામેલગીરી માટે શિક્ષણની ચિંતા કરતી બહેનો એ શાળાની સફાઈ પણ કરી, કોઈ પણ સારી પ્રવૃતિમાં ગામલોકોને શાંકળવા ખૂબ મુશ્કેલ છે એની સાથે સાથે આદર્શ પરિસ્થિતિનો સૂચકાંક પણ છે. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વેલકમ કાર્ડ થી બાળકો શિક્ષકો અને વાલીઓ નું સ્વાગત થયું એ એક અલગ પહેલ છે લોકોનું ખ્યાલ (perseption) ચેન્જ થઈ રહ્યો છે
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી