કુનરીયા ગામમાં દુષ્કાળ દરમિયાન થયેલ સુનિયોજીત કામના પરિણામ સ્વરૂપે બધા જ જળાશયો છલોછલ ભરાયા ગામની સીમ લગભગ 62 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે દરિયાઈ સપાટીથી 20 થી 40 મીટરની ઊંચાઈ ધરાવતા ગામની સીમમાં ઘણા બધા તળાવ ચેકડેમ આડબંધ તલાવડી વોક્ડા નદી વગેરેમાં વરસાદના નવા નીર આવતા જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા મેઘરાજાની અમીદ્રષ્ટિ પડતા એક જ દિવસમાં સાડા સાત ઇંચ વરસાદ પડતા તમામ જળસંગ્રહ ના પાત્રો માં વરસાદી પાણી આવ્યું છે
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી