Skip to main content

Posts

Fifteen youths from three villages in the pachchham region visited Kunaria village

લોક સેવા યુવા ટ્રસ્ટ ના પ્રાયત્નો થી પચ્છમ વિસ્તાર ના પશુપાલકો સંગઠિત થઈ આત્મનિર્ભર બને એ હેતુ થી કુનરીયા પંચાયત મા પ્રેરણા પ્રવાસ નો આયોજન કરાયુ પશુપાલકો ના મંડળ બનાવિ વિવિધ યોજના મા કઈ રીતે લાભ લઈ શકે  ઘાસ ચારા સબંધીત સુ યોજના ઓ છે પશુપાલન ના વિષય મા પંચાયત ની શુ જવાબદારી છે દૂધ ના ભાવ પશુઓ ની ખરીદી પર સહાય રશિકરણ જેવા વિષયો ઊપરાંત MGNREGA હેઠળ કઈ રીતે રોજગારી લઈ શકાય ડિમાન્ડ ક્યા કરવી વગેરે બાબતે ઊંડાણ પુર્વક ચર્ચા થઈ કુનરીયા પંચાયતે કરેલી કામગીરી ને નિહાળી પચ્છમ ના તુગા ઝુણા અને જમ કુનરીયા ગામ ના પ્રતિનિધિ ઓ મુલાકાત દરમ્યાન પંચાયત ની કામગીરી થી પ્રભાવીત થયા હતા

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરીયા મા ઓન લાઈન અભ્યાસ માટે યુ ટ્યૂબ ચેનલ નુ લોકાર્પણ કાર્યક્રમ યોજયો.

તારીખ 17 સપ્ટેમ્બર 2020 માન. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી કરાઇ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે બાળકો પોતાના શિક્ષકો પાસેથી ઓનલાઇન શિક્ષણ મેળવી શકે એ માટે કુનરીયા પ્રાઇમરી સ્કૂલ નામની યુટ્યુબ ચેનલનો લોકાર્પણ કરવામાં આવ્યું વિવિધ માધ્યમોથી બાળકો શિક્ષણ લઇ રહ્યા છે ત્યારે પરિચિત શિક્ષકો એ તૈયાર કરેલ વીડિયો બાળકોને સરળતાથી સમજાઈ જાય એવા આશય સાથે 35 વિડીયો સાથે વિદ્યાર્થી હિતમાં આ ચેનલ ખુલ્લી મુકવામાં આવી 9 શિક્ષકો અને  ૨ સ્વંમ  સેવકોના પ્રયાસથી  આ ચેનલ બનાવાઈ છે આ લોન્ચિંગ કાર્યક્રમમાં ગામના સરપંચ સુરેશ છાંગા એ સૌને આવકાર્યા હતા.  શાળાના આચાર્ય શ્રી જયેશભાઇ પટેલે પોતાના વિડીયો બનાવવાના અનુભવની વાત કરી નવ શિક્ષકો  ૧.ગોપાલભાઈ કુંભાણી ૨. દિપ્તીબેન ચૌધરી ૩. ફાલ્ગુની બેન પટેલ ૪. કેયુર ભાઈ કોટડીયા ૫. મીતાબેન પરમાર ૬. મનીષાબેન પટેલ ૭. પ્રતિમાબેન ખોખર ૮. ઇરફાન મુલતાની ૯. જયેશભાઈ પટેલનો સન્માન મુખ્ય મહેમાન નીમાબેન આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષ અને ભુજ ધારાસભ્ય બાલ કેન્દ્રીત પ્રવૃત્તિને બિરદાવી અન્ય શાળાઓ પણ પ્રેરણ...

Good rains and catchment improvements overflow all the lakes of Kunaria કુનરીયા ના તમામ જળાશયો છલકાતા વધાવાયાં

આપણે સૌ જાણીયે છિયે જલશક્તિ મંત્રાલયે ગત 1 જુલાઈ 2019 ના દેશ ના 256 જિલ્લાઓને પાણી ની તિવ્ર ઘટ વાળા જિલ્લા જાહેર કર્યા હતા આપણા જિલ્લા નો પણ એમાં સમાવેશ થાય છે આ વર્ષે વરસાદ સરો થયો છે  પણ આ વરસાદ સીધો દરિયા મા વહિ જાય તો પાછી એજ સ્થિતિ આવી ને ઉભી રહે પણ આગાઊ થી કરેલી તૈયારી ના સારા પરિણામો પણ મળી શકે  ગત 22 સપટેંબર 19 ના કુનરીયા પંચાયત ની ગ્રામ સભા મા વોટર સિક્યુરિટિ પ્લાન બાબતે ચર્ચા થયા બાદ આવુ આયોજન કરેલ પરિણામે આ વર્ષ ના વરસાદ નુ ઘણું પણી ભુગર્ભ મા ઉતર્યુ  કુનરીયા વોટર સિક્યુરિટિ પ્લાન અંતર્ગત રિચાર્જ સ્ટ્રુકચર સ્ટોરેજ સ્ટ્રુકચર ની ઓળખ થયા બાદ કેચ મેન્ટ એરિયા અને વહેણ ના સુધાર બાદ ગામ ના તમામ 9 તળાવ 14 ચેકડેમ અને નાના જળાશયો અને તળાવડી ઓ છલકાઈ ગઈ બોરવેલ માથી પાણી રિચાર્જ થયુ સેન્ડસ્ટોન  ના ખડકો મા પાણી સંગ્રહ શક્તિ વધારે હોય આવા ખડકો મા પાણી ઉતરવા નો આનંદ છે આના સુખદ પરિણામો અનુગામી પેઢી ને તો મળસે જ પણ વડિલો એ પણ ખુશી વ્યક્ત કરી તમામ જળાશયો ના નીર ના વધામણા કરવા મા આવ્યા. ...

Mask distribution program during covid 19 કોવિદ 19 દરમ્યાન માસ્ક વિતરણ કાર્યક્રમ 23/08/2020

કોવિદ 19 થી ગામ લોકો અને સમુદાય ને બચાવવા કુનરીયા જુથ ગ્રામ પંચાયત સતત પ્રયત્ન કરી રહી છે જન જાગૃતિ ના કાર્યક્રમ હોય માસ્ક વિતરણ, સેનિટાઇઝર, વ્યક્તિગત અંતર રાખવુ કે સારા નરશા પ્રસંગે ઓછા લોકો એકત્રિત થઈ કામ ચલાવવું આ માટે રાજ્ય અને કેંદ્ર સરકાર ના દિશા સુચન અને માર્ગદર્શન નુ ચુસ્તપણે પાલન થાય એવા પ્રયત્ન હાથ ધરવા મા આવ્યા છે લોકો ને આર્થિક નાણાકિય વ્યવહારો મા રુકાવટ ન આવે ઍ માટે બેંક મિત્ર ના સહયોગ થી નાણા ની સગવડ કે રાષ્ટ્રિય અન્ન સુરક્ષા હેઠળ પરિવારો ને અનાજ વિતરણ કરાયુ બાળકો  ઘરે શીખે ઍ માટે અટેન્ડેન્સ ચેમ્પિયન દ્વારા નિયમિત મુલ્યાંકન અને અનુશરણ આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તાર અને લોકો ની સતત તપાસ આર્થિક સંકણામણ અનુભવતા 190 શ્રમિક પરિવાર માટે નરેગા યોજના હેઠળ રોજગારી ના અવશર ઉભા કરાયા છેઆ પ્રયાત્નો મા વિવિધ સ્વેછિક સંસ્થા ઓ નો સહયોગ મળયો છે ગત તારીખ 23/08/2020 ના રોજ ભુજ રોટરી ક્લબ ઓફ ફ્લેમીંગો ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ સોની મંત્રી જયરાજસિંહ,બિ.એસ. મહેશ્વરી,હસ્તીન આચાર્ય, ધવલ પાઠક,વિજય ભંડારકર  અને ફ્લેમીંગો ના સભ્યો દ્વારા  ગામ લોકો ને કોવિદ સામે બચવા શુ કા...

Planting trees has become essential for the balance of the environment

50 trees were planted in Kunaria village on 19th July 2020 with the joint efforts of Bharat Vikas Parishad and Kunaria group gram panchayat. All the trees are protected by 50 tree guards to ensure that this tree grows.  Such commendable efforts are to be welcomed at a time when planting  trees has become essential for the balance of the environment. Secretary of Bharat Vikas Parishad Deepak Bhai Chauhan, Jaideep Singh Gohil, Hamir Chavda, Ramesh Darji, Hitesh Shah, members of the parishad and villagers were present on the occasion.

On the occasion of World Environment Day, Kunariya Panchayat planted 125 trees with tree guards to beautify the lake. Such efforts are needed to preserve the interdependence of biological resources.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કુનરીયા પંચાયત દ્વારા ઉજવણી કરવા મા આવી 125 વૃક્ષો ને ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરી તળાવ ના બ્યુટીફિકેશન માટે સફાઈ આવ સુધારણા પક્ષીઓ માટે માળા પશુઓ માટે અવાડા જૈવવૈવિધ્યતા નુ ચક્ર ફરી પૂન:સ્થાપીત થાય એવા પ્રયત્નો કરવા મા આવ્યા ગ્રામ્ય વિસ્તાર મા થતી વનસ્પતિ ની ઓળખ અને એની ઉપયોગીતા ની ચર્ચા થઈ જૈવ સંપતિ નુ પરસ્પરાવલંબન સાચવવા આવા પ્રયાસો જરુરી છે