Skip to main content

Posts

Showing posts from March, 2019

કુનરીયા જુથ ગ્રામ પંચાયતનું વર્ષ 2019/20 નુ પુરાંતવાળું અંદાજપત્ર

ગત તારીખ 5 માર્ચ ના રોજ મળેલી સામાન્ય સભા મા કુનરિયા જુથ ગ્રામ પંચાયતનું 125000 ની પૂરાંત સાથે બજેટ પસાર પંચાયતી રાજ વ્યવસ્થા માં પંચાયતૉએ આગમી વર્ષના કામનુ આયોજન કરવું અને કલમ 116 હેઠળ દરેક ગ્રામ પંચાયતે દર વર્ષે આગામી વર્ષ માટે પંચાયતની આવક અને ખર્ચ નું અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે એ સંદર્ભમાં કુનરિયા જુથ ગ્રામ પંચાયતે આગામી વર્ષ 3933500ની આવક સામે 3808500 જેટલી ખર્ચની શક્યતા ઓ સાથે અંદાજપત્ર તૈયાર કર્યુ છે આ અંદાજપત્રમાં જેન્ડર  સેન્સિટિવિટી, ચાઇલ્ડ  ફ્રેન્ડલી એક્ટિવિટી અને પંચાયતો કાર્બન ન્યૂટ્રલ તરફ જઈ રહી છે ત્યારે કાર્બન ન્યુટ્રલ માટે ની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજપત્ર કુનરીયા ના તમામ નાગરિકો માટે કાયમી રીતે નજર સામે હોય એવા આશય થી સોશિયલ મીડિયાના માધ્યમથી ગામલોકો માટે બ્લોગ પર મૂકી રહ્યા છીએ પારદર્શક વહીવટ માટે ઉચિત તમામ પ્રયાસ કરવા પંચાયત કટિબદ્ધ છે.

કુનરીયા પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ

ગત તારીખ 22 ના રોજ કુનરીયા કુમાર પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી જળસંકટ થી બચવા માટે પ્રાકૃતિક ઉપાય શું હોઇ શકે એ બાબતે વિદ્યાર્થીઓ પોતાના વિચારો અન્ય વિદ્યાર્થીઓ સામે મૂક્યા હતા જલ હૈ તો કલ હૈ જળ એજ જીવન save water save life જેવા નારા સાથે કુનરીયા ની શેરીઓ માં વિદ્યાર્થીઓએ નારાઓ ના ગુંજન સાથે રેલી કાઢી હતી શાળાના પ્રિન્સીપાલ  અને અન્ય શિક્ષકો એ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ના ઉપચારો સમજાવ્યાં કુનરીયા શાળાએ વૈશ્વિક સંકટ ના વિષય ઉપર પોતાનો ક્ષમતા મુજબ નો પ્રયાસ કર્યો જે અભિનંદન ને પાત્ર છે 

કુનરીયા ની આંગણવાડીમાં કુપોષણને દૂર કરવાના સઘન પ્રયત્ન

પરિણામની અમને ખબર નથી પણ પ્રક્રિયામાંથી પસાર થવાનો અમને આનંદ છે  આપણી ત્રણે આંગણવાડીમાં દર મહિને પોષણ દિવસ ઉજવવા ની પરંપરા શરૂ થઈ અને એ જાળવી રાખવામાં ત્રણેય બહેનો અને હેલ્પર નિયમિત મથતાં  રહ્યા છે ગમે ત્યાં મળે બસ એ જ વાત હોય સુરેશભાઈ ગુરુવારે પોષણ દિવસ છે આમંત્રણ  તો ખરું જ પણ એના સિવાય મારો અંગત સ્વાર્થ છુપાયેલો હોય એટલી  સ્વાદિષ્ટ વાનગીઓ ટેબલ સામે આવી જાય. બનાવનાર બહેનો નો ભાવ અને એના કરતા બનાવવાની રીત નું વર્ણન કરતી બહેનો નો ઉત્સાહ જોઉં હુ ધરાઇ જાઉં છું કુપોષણને ડામવા કે દૂર કરવા આપણા સહિયારા પ્રયત્નો બિલકુલ સાર્થક જશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે આપ સૌનો આભાર

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

ભુજ તાલુકાના કુનરીયા ગામે ડામર રોડનું ખાતમુરત કરવામાં આવ્યું

ભુજ તાલુકાના કુનરીયા ગામે ભુજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યના હસ્તે જુના કુનરિયાના ડામર રોડનું ખાતમુરત કરવામાં આવ્યો આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના ઉપાધ્યાક્ષ હિતેશ ભાઈ ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધનજીભાઈ ભુવા સામાજિક અગ્રણી શ્રી હરિભાઈ ગાગલ અને તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ જયેશભાઈ હાજર રહ્યા હતા આ પ્રસંગે ગામના સરપંચ સુરેશ છાંંગાં એ  સૌ મહેમાનોને આવકાર્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં નીમા  બેન આચાર્ય કુનરીયા ગ્રામજનોની વનીકરણ પ્રત્યેની લાગણી અને ઉછેર  માટે કરેલા પ્રયત્નોની પ્રશંસા કરી આ પ્રસંગે નવ જેટલી બહેનો ને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપી તેમનુ  સન્માન કર્યું. આ ઉપરાંત પ્રધાનમંત્રી માન  ધન યોજના કૃષિ સન્માન નીધિ ખેડુત ઇનપુટ સહાય વગેરે બાબતોની ઝડપભેર કામગીરી બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા.