Skip to main content

Posts

Showing posts from October, 2019

કુનરીયા મા મામલતદાર શ્રી ની હાજરી મા રાત્રીસભા યોજાઈ.

 ગત તારીખ 24 /10 ના રોજ કુનરીયા ગામે મામલતદાર શ્રી કોરાડીયા સાહેબ નાયબ મામલતદાર શ્રી સોલંકી સાહેબ તાલુકા પંચાયતમાંથી જી.પી. રાણા સાહેબ બંને તલાટી અને મંત્રી શ્રી ભરતભાઈ અને નારણભાઈ આહિરની ઉપસ્થિતિમાં રાત્રી સભાનું આયોજન થયું  સ્વાગત પ્રવચનમાં ગામના સરપંચ શ્રી સુરેશભાઈ અધિકારીઓને આવકાર્યા ગામલોકોએ શાલ ઓઢાડી સ્વાગત કર્યું બાદમાં સરપંચ શ્રીએ ગામનો પરિચય અને પંચાયત દ્વારા કરાયેલી પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા જનજાગૃતિ અને કલ્યાણ યોજનાઓ ની વાત કરી ગામમાં થયેલ કામો થી અધિકારીઓ ને  માહિતગાર કર્યા ગામલોકોને રાત્રી સભા નું મહત્વ સમજાવાયું રાણાસાહેબે  ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સંકલનથી વહીવટી પ્રક્રિયા સરળ બને છે કુનરીયા ની શાસન પ્રક્રિયાની વાત કરી  ગામ લોકોના પ્રશ્નો પણ આવ્યા ખાસ કરીને મહેસુલ,રાષ્ટ્રીય કુટુંબ સહાય કાર્યક્રમ હેઠળ ચાલતી યોજનાઓ ના લાભાર્થીઓની યાદી બને, નવા ફોર્મભરાય,રાશનકાર્ડ,આધારકાર્ડ, ચુંટણીકાર્ડ વગેરેનો લાભ લોકોને મળે તે માટે મામલતદાર શ્રી ની કચેરી ને રજૂઆત કરાઇ મામલતદાર શ્રી દ્વારા વયવંદના,અંત્યોદય,વિધવા સહાય અને રાશનકાર્ડ જેવા પ્રશ્નોનો નિકાલ ઝડપભેર ક...

કુનરીયા સ્વચ્છ જીવનશૈલી અપનાવવા તરફ ની પહેલ મા એક નવતર પ્રયોગ.

કુનરીયા સ્વચ્છ જીવનશૈલી અપનાવવા તરફ એકદમ  એસ બી એમ (જી) હેઠળ પૂરજોશમાં કામો થયા આવા કામો બાદ સ્વચ્છતા લોકોની જીવનશૈલીમાં આવે એ ખૂબ જરૂરી છે કુનરીયા ગ્રામ પંચાયતે એ દિશામાં સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે તારીખ 23/10 ના રોજ ૯૫ જેટલા બહેનો અને ૧૨ ભાઇઓએ ગામની શેરીઓ જાહેર મિલકતો આંગણવાડી પંચાયતઘર સાંસ્કૃતિક હોલ મુખ્ય ચોક વગેરે ની સાફ સફાઈ કરી સફાઈ માટેના સાધનો સ્વચ્છાએ ગામ લોકો પોતાના ઘરેથી લાવ્યા હતા  એક ઘરમાંથી રોજનો કેટલો કચરો નીકળે છે એનો વજન કરી પ્લાસ્ટિક અને અન્ય કચરાને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય એ દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને યુનિસેફ માંથી આવેલ પ્રતિનિધિએ વાત કરી  કચરાને કઈ રીતે મૂલ્યવાન બનાવી શકાય એ દિશામાં માર્ગદર્શન આપ્યું હતું  25 સ્વયંસેવક બહેનોએ ગત વર્ષથી શરૂ કરેલી પરંપરામાં આજે બીજા ૭૦ લોકો જોડાયા એટલે ગુણોત્તર પ્રમાણમાં વધારો થયો એ જનજાગૃતિ સુચવે છે જાહેર જગ્યા પર સફાઇ કરવા 17 થી 70વર્ષના બહેનો ને પ્રેરવામાં સ્વચ્છાગૃહિ અને પંચાયતના પ્રયત્નો રહયા  ગામલોકોએ સહકાર આપ્યો અને આ સફાઈ કામ ને વડિલો એ બિરદવ્યો. ...

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે                73 મો બંધારણીય સુધારો આવ્યો અને 1993થી પંચાયતીરાજ ધારો ગુજરાતમાં લાગુ પડયો આ અધિનિયમ થી સ્થાનીય શાસન માં ત્રણ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ને મજબુત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે સુધારો થતા બંધારણમાં 243g ઉમેરવામાં આવી છે જે પંચાયતોમાં સામાજિકન્યાય અને આર્થિકવિકાસ માટે આયોજન કરવાનું સુચવાયેલ છે પરંતુ અલ્પ મદદ અને ક્ષમતાના અભાવે પંચાયતોમાં આયોજન થઈ શક્યા નહીં અઢી દાયકામાં સરકારે સ્થાનીક આયોજન બને એ માટે ઘણા નવતર પ્રયોગો કર્યા પણ આ બધા અપૂરતા રહ્યા  1 એપ્રિલ 2016થી ભારત સરકારે સબકી યોજના સબકા વિકાસ ના નામે ગામેગામ આયોજન બનાવવા આહ્વાન કરાયું પીપલ્સ પ્લાન કેમપેઈન થી ઘણા બધા ગામોએ પ્રયત્ન કર્યા તેમ છતાં આદર્શ પરિસ્થિતિ હજુ અપેક્ષિત છે આ વર્ષે જિલ્લા પંચાયત કચ્છ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કાર્યશાળાઓ થઈ રહી છે જે આવકાર્ય પહેલ છે ગ્રામ પંચાયતોને આહ્વાન છે કે તમામ 632 પં...

જિલ્લા ખેતીવાડી અધીકારી શ્રી શિહોરા સાહેબે કુનરીયા ના ખેડુતો ને માર્ગદર્શન આપ્યુ.

ગયા વર્ષે ખેડુતોની આવક બમણી કરવા કુનરીયા પંચાયતને નક્કી કર્યું હતું ખેડૂતોની આવક બમણી ની સામે ખર્ચ ઘટાડવાના પણ પ્રયાત્નો  પંચાયત દ્વારા થયા છે એ શીલ શિલા મા  આ સિઝનની છઠ્ઠી મીટીંગ ખેડૂતો સાથે કરી જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શિહોરા સાહેબ વિસ્તરણ અધિકારી શ્રી વાઘમશી સાહેબ ગ્રામ સેવક જયેશભાઈ આત્માથી વિજયભાઈ અને સુધીરભાઈ ઉપરાંત rseti માંથી જ હર્ષદભાઈ વાસાણી અને icici foundation ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ગામના 35 ખેડૂતો સાથે એરંડા ના પાકમાં આવતી ઈયળ ની ઓળખ એની અવસ્થાઓ અને મોનોક્રોટોફોસ ઉપરાંત અન્ય દવાઓ છાંટી કઈ રીતે નિયંત્રણ કરવું એ બાબતે ચર્ચા કરવામાં આવી ખેતીવાડી અધિકારી શિહોરા સાહેબ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અને પ્રધાનમંત્રી માન ધન યોજના બાબતે વિસ્તારપૂર્વક માહિતી આપી આ યોજનાનો લાભ લેવા માટેની લાયકાતો અને ભરવાનો થતો પ્રિમીયમ ગણતરી સાથે ખેડૂતોને સમજાવ્યું અટલ પેન્શન યોજનાની વિગતવાર માહિતી આપી  આ ઉપરાંત આગામી શિયાળુ પાક માટે ઘઉં અને રાયડા ની વિવિધ જાતો સીડ ટ્રીટમેન્ટ  અને પાયાની માવજત બાબતે માર્ગદર્શન આપાયું ખેડૂતોને સતત અને નિયમિત માર્ગદર્શન ઉત્પાદન માટે ...

ભારતના છ રાજ્યોના યુવાનોએ કુનરીયા પંચાયત ની મુલાકાત લીધી

ભારત રૂરલ લાઈવ્લિહૂડ  ફાઉન્ડેશન ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી સ્વતંત્ર સંસ્થા છે જે ગ્રામીણ યુવાનો નું ક્ષમતાવર્ધન કરી એમનઆ જીવિકા માટે સક્ષમ કરે છે વિવિધ વિષય પર તાલીમ આપી યુવાનોને એક્સપોઝર ના આધારે સચોટ માહિતી મળે એ હેતુથી ભારતના છ રાજ્યો મહારાષ્ટ્ર રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના 30 યુવાનો પંદર દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા છે આમ તો આ વિદ્યાર્થીઓ એસીટી એરીડ કમ્યુનિટી એન્ડ ટેકનોલોજી સંસ્થા માં પાણી અને એ સંબંધિત ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા આવ્યા છે અને એ મારફત કુનરીયા માં પાણી બાબતે થઇ રહેલા આયોજન વોટર બજેટ અને આ તમામમાં લોકભાગીદારી કઈ રીતે આવે અને પાણી બચાવવા માટે આવતા પડકારો સામે પંચાયતે શું પગલાં લીધાં છે એની જાણકારી મેળવી પંચાયતે ટકાઉ વિકાસના માપદંડ માં છઠ્ઠા નંબરે શુદ્ધ પીવાલાયક પાણી દરેક માટે સરળતાથી મળી રહે એ માટે કરેલા પ્રયત્નો થી વાકેફ કર્યા 73 મો બંધારણીય સુધારો ૧૧ મી અનુસૂચિ માં પાણી અને સંબંધિત કરવામા આવેલી જોગવાઈ ઓ ની ચર્ચા કરવામાં આવી ગ્રામ પંચાયત દ્વારા પાણી અને વૃક્ષ ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવી છે તે ની સ્થળ મુલાકાત કરવામાં આ...

ગાંધીજી ની 150 મી જન્મ જયંતિ નિમિતે કુનરીયા મા ઊજવણી કરાઈ

કુનરીયા ગામની ની શાળામાં બાળકો માં સફાઈ અને પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે ગંભીરતા આવે એ માટે નાટક અને અને અભિનય ગીત દ્વારા સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં ચિત્રકામ,રંગપૂરણી અને વકૃત્વ સ્પર્ધા પણ ગોઠવવામાં આવી હતી. મહાત્મા ગાંધીનું જીવન અને આદર્શ બાળકોના વર્તનમાં આવે એ માટે બાળકોને ગાંધીજી ની આત્મકથા  સત્ય ના પ્રયોગો હિંદ સ્વરાજ અને એવી ૨૦ પુસ્તકો વાંચવા માટે આપી ઉપરાંત માહિતી વિભાગ દ્વારા પરંપરાગત લોક વાદ્યો જોડીયા પાવા અને મોરચંગ થી બાળકોનું મનોરંજન કરવામાં આવ્યો. ICICI ફાઉન્ડેશન ના સહયોગ બાળકો ને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવ્યા. બાળકોએ તૈયાર કરેલ ચિત્રોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતુ. ભારત કો જાનો સ્પર્ધામાં નંબર લાવનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા અને આગામી પ્રશ્નમંચ ની તૈયારી માટે કાળજી રાખવા આહવાન કરાયું. તમામ બાળકો એ સફાઈ અને પ્લાસ્ટિકનો લોકો ઓછો ઉપયોગ કરે તેવો સંદેશો આપવા મેરેથોન રેલી કઢાઈ જેમાં બાળકો સૂત્રોચાર સાથે રસ્તામાં રહેલો કચરો સાફ પણ કર્યો હતો.