Skip to main content

Posts

શ્યામ મેડી કેર હોસ્પીટલ દ્વારા કુનરીયા મા સગર્ભા બહેનો ની તપાસ કરવામાં આવી.

તારીખ 8 ફેબ્રુઆરી ના રોજ કુનરીયા ગામ મા 25 નોધયેલા સગર્ભા બહેનો ની તપાસ કરવા મા આવી આ તપાસ મા બ્લડપ્રેશર,બ્લડગ્રુપ,આયન વિટામિન સબંધિત વિષય પર વાત કરવા મા આવી બહેનો ને સંસ્થાકીય પ્રસુતિ બાબતે જાણકારી અપાઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાઓ આયુષ્યમાન ભારત ચિરંજીવી યોજના મારફતે મફત સોનોગ્રાફી અંગે માહિતી આપવામા આવી બહેનો પોતાના આહાર વિહાર રહેણી કરણી મા જવાબદારી પુર્વક જરુરી બદલાવ કરે તો માતા અને બાળક ને જોખમો થી બચાવી શકાય  ઉપરાંત ગ્યા વર્ષ થી પંચાયતે શરૂ કરેલ અનોખી પરંપરા મુજબ ગત માસ મા જન્મ લેનાર બાળકી અને માતા ના તંદુરસ્ત જીવન માટે પૌસ્ટિક આહાર ની કિટ મગ ખજુર ગોળ સાથે બાલક ના કપડા ( પછેડા ) સ્વરુપે ચાર માતાઓ ને આપવામા આવ્યા કાર્યક્રમ ની શરુઆત મા ડો આકાશ ચીકણી અને મિતેશ આહિર નું સાલ ઓઢાડી સ્વાગત કરવા મા આવ્યુ ગામ ના સરપંચ સુરેશ છાંંગા સ્વાગત પ્રવચન મા સૌ ને આવકાર્યા હતા છાયા બેન કિંજલ બેન આશા વર્કર આંગણવાડી વર્કર હેલ્પર વગેરે એ વ્યવસ્થા સંભાળી હતી.

કુનરીયા મા ડ્રાઈવર પરીવારો મા નાણાકિય સાક્ષરતા આવે એ માટે કાર્યક્રમ યોજયો.

ચૌલા ફાઈનાન્સ અને પ્રયાસ સંસ્થા ના સંયુકત ઉપક્રમે કુનરીયા મા 54 ડ્રાઈવર પરીવારો મા આર્થીક સાક્ષરતા આવે એ સબંધિત કાર્યક્રમ યોજયો ડ્રાઈવર પરીવારો બિમારી મહામારી કે  આફત સમયે નાની બચત કરે એ  માટે નાની બચત નું અભિનય દ્વારા મહત્વ સમજાવવા આવ્યુ બેન્કિંગ સેવા ઓ બચતખાતુ ચાલુખાતુ ફિક્સડીપોઝીટ   ATM  વગેરે નો ઉપયોગ સબંધિત માહિતી અપાઈ અક્સમાત અને અન્ય વિકટ પરિસ્થિતિમાં વિમા નું મહત્વ અને PMSBY પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના PMJJBY પ્રધાનમંત્રી જીવન જ્યૉતિ બિમા યોજના અને વિમા યોજનાઓ ની માહિતી અપાઈ સુકન્યા સમૃધિ યોજના વ્હાલી દીકરી યોજના થી પણ અવગત કરાયા આવા પરીવાર ના સભ્યો ને હસ્ત કળા સિલાઈ અને અન્ય પુરક વ્યવસાય ની તાલિમ આપવા મા આવશે અને સાધનો ખરીદવા સરકાર ની લોન સબંધિત માહિતી આપવા મા આવશે આગામી માર્ચ સુધી આ 54 પરીવારો સમાજિક સુરક્ષા ની વિવિધ યોજના નો લાભ લઈ સુરક્ષીત અનુભૂતિ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરવા મા આવ્યો  આ પ્રસંગે પ્રયાસ માથી પ્રોજેક્ટ કોર્ડિનેટર રેશ્મા બેન નમ્રતા બેન હાજર રહ્યા હતા કુનરીયા ના ભારતીબેને પધારેલ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો ...

કચ્છ જિલ્લા ના કલેક્ટર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી ભુજ કુનરીયા મા ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ચાલતી સુવિધાઓ નુ નિરીક્ષણ કર્યુ

ગત તારીખ 22/01/2021 ના રોજ કુનરીયા ગામ મા ડિજિટલ સેવા સેતુ અંતર્ગત આપવા મા આવતી સેવાઓ નુ વ્યાપ વધે અને વધુ લોકો ગામ મા જ આ પ્રકાર ની સેવા ઓ નો લાભ લે એ અર્થે શરુ કરવા મા આવેલ સેવા ના નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી કુનરીયા પધાર્યા હતા પધારેલ અધિકારીઓનુ પંચાયત દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવા મા આવ્યુ યોજના નો લાભ વધુ લોકો સુધી પહોચે અને તમામ 55 યોજનાઓ નુ અમલીકરણ થાય ઍ દિશા મા પ્રયત્નો કરવા કમ્પ્યુટર સાહસિક અને પંચાયત પ્રતિનિધિઓ ને માર્ગદર્શન આપવા મા આવ્યુ

દીકરી ના જન્મ ના વધામણાં યોજના સાથે કુનરીયા મા બાલિકા મંચ ની રચના

ગત તારીખ  ૪/૧૨/૨૦૨૦ ના રોજ કુનરીયા માં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પંચાયત દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. પંચાયતોની ૧૧ મી અનુસૂચિ હેઠળ ૨૯ વિષયો પૈકી મહિલા અને બાળ વિકાસ નો વિષય સોંપવામાં આવ્યો છે. આ વિષય હેઠળ પંચાયતના આયોજન બજેટ અને અમલીકરણ બાળકોની ભાગીદારી આવે એ અપેક્ષિત છે. કુનરીયા પંચાયત ગયા વર્ષે બાળ કેન્દ્રિત કરેલી કામગીરીનો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. નક્કી કર્યા મુજબ દીકરીના જન્મના વધામણા કરવામાં આવ્યા પંચાયત એ નવી પહેલ કરી છે દીકરી ના જન્મ થતા પંચાયત ૧ કિલો મગ, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ ખજુર દીકરીની કપડાની જોડી ની કીટ બનાવી આપવાનું નક્કી કર્યું આ મહિનામાં બે દિકરીના જન્મ થતા બે કીટ વધામણા પેટે આપવામાં આવી.પંચાયત દ્વારા બાલિકા મંચની રચના કરવામાં આવી જેમાં 15 દીકરીઓ કિશોરીઓ નિયમિત મિટિંગ કરશે અને ચર્ચાયેલા પ્રશ્નો પંચાયતને જણાવશે આવા પ્રશ્નો પંચાયતે પોતાની ગ્રામસભાના એજન્ડા તરીકે સ્વીકારવા પડશે અને એના પર ઉપચારાત્મક કામ કરવાનું થશે કિશોરીઓના શિક્ષણ આરોગ્ય સુરક્ષા બાળમજૂરી બાળ લગ્ન બાળ હિંસા જેવા પ્રશ્નો ચર્ચા અને ચિંતા કરશે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પો...

After Diwali, a meeting is organized in Kunaria for parents and childrens to show interest in home learning

આપણે સૌ જાણીએ છીએ covid-19 મહામારી એ ઘણા બધા પરીમાણો પર અસર કરી છે. આજીવિકા આરોગ્ય શિક્ષણ ઇત્યાદિ શિક્ષણમાં બાળકોને ઘરે રહીને શીખી શકે એ માટે સરકારે ઘણા પ્રયત્નો આદરી દીધા ડીડી ગિરનાર હોય ઘરે શીખીએ એનું સાહિત્ય હોય મોબાઈલ નો ઉપયોગ યુટ્યુબ ટીમ  અને ઘણું બધું વેકેશન ખુલ્યું એને ત્રણ દિવસ થઈ ગયા દિવાળીના વેકેશન બાદ બાળકો પાછા એ પ્રવાહમાં જોડાય એ માટે  કુનરીયા પંચાયત અને સ્વેચ્છિક સંસ્થા રીચ ટુ ટીચ ના પ્રયત્નોથી શાળાના શિક્ષકો બાળકોના વાલીઓ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો શિક્ષિત લોકો અને જાગૃત નાગરિકો ની મિટિંગનું આયોજન કરાયું મિટિંગમાં હોમ લર્નિંગ ની શરૂઆત કઈ રીતે કરવી હોમ લર્નિંગ માટે જોડવા બહોળી પ્રસિદ્ધિ દિવાળી બાદ બાળકોને હોમ લર્નિંગ માટે આકર્ષવા  સંશોધનોની ઉપલબ્ધતા તપાસી જરૂરી સંસાધનો માટે પ્રયત્નો કરવા વધુમાં વધુ બાળકો હોમ લર્નિંગ માં જોડાય એવા પ્રયાસો કરવા અંગેની ચર્ચા કરવામાં આવી  બાળકોએ વેકેશન દરમિયાન કરેલ પ્રવૃત્તિના અભિપ્રાય માંગવાનું નક્કી થયું.  covid-19 ના કાળમાં વેકેશન બાદ બાળકો શાળા તત્પરતા કાર્યક્રમ માં આકર્ષિત કરવા પર ભાર મુકાયો. ...

Village Task Force Committee meeting was organized by the Department of Women and Child Development in Kunaria.

તારીખ 6 નવેમ્બર 2020 ના રોજ કુનરીયા ગામે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધીકારી શ્રી અવનિ બેન રાવલ ની અધ્યક્ષતા મા વીલેજ ટાસ્ક ફોર્સ સમિતિ ની બેઠક યોજાઈ બેઠક મા સમિતિ ના સભ્યો ઉપરાંત ચિલ્ડ્રન એન્ડ યુ સંસ્થા ના પ્રેમ ભાઈ હાજર રહ્યા હતા મહિલા અને બાળ સબંધીત યોજના નો લાભ લાભાર્થી ને મળે એ સબંધીત માર્ગદર્શન અપાયુ હતુ ઉપરાંત બહેનો ને બંધારણ અને કાયદા મા રહેલી જોગવાઈઓ ની વાત પણ કરવા મા આવી હતી 181 અભયંમ, ઘરેલુહિંસા,ભરણપોષણ, આરોગ્ય સબંધીત હકોની વાત કરવા મા આવી બહેનો ની પંચાયત ના કામો મા અને નિર્ણય પ્રક્રિયા મા ભાગીદારી આવે બહેનો ને સુરક્ષીત વાતાવરણ અને સલામતિ માટે પંચાયત ની ફરજો બાબતે અવગત કરાયા આગામી દિવસો મા બાલિકા મંચ બનાવી કિશોરીઓ ને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મંચ કામ કરશે એવી જાહેરાત કરાઈ આ મંચ ના માધ્યમ થી ગામ ની કિશોરીઓ ને કારટે ની તાલિમ અપાશે. ગામ ના સરપંચ સુરેશ છાંંગા એ પધારેલ મહેમાનો નુ સ્વાગત કર્યુ હતુ સ્વાગત બાદ આગામી દિવસો મા જન્મનાર બાળકીઓ માટે વધામણા કિટ તૈયાર કરી આપવા ની જાહેરાત કરવા મા આવી હતી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કન્યા કેળવણી પર ભાર મુકવા આહ્વાન કરાયુ હતુ કાર્યક્રમ નુ સંચ...

Kunariya's craft artists and entrepreneurs, got information about digital marketing

તારીખ 27 ઓક્ટોબર 2020 ના રોજ ભારત સરકાર ના MSME વિભાગ અને ટૅક્ષટાઈલ મંત્રાલય ણા સંયુકત ઉપક્રમે ભુજ તાલુકા ના કુનરીયા ગામે કૉપર બેલ ભરતકામ ના કારીગરો અને યુવા ઉધ્યોગ સાહસિકો ને માર્કેટિંગ માટે ડિજીટલ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા ની માહિતી અપાઈ આ તકે હેન્ડીક્રાફ્ટ ડેવેલોપમેન્ટ ના અધિક નિયામક શ્રી રવિવિર ચૌધરી સાહેબ MSME ના સહાયક નિયામક જોષી સાહેબ RSETI ના શ્રી અજિત શર્મા સાહેબ CMHM ના નિયામક યાદવ સાહેબ હેન્ડીક્રાફ્ટ મંડળી ના પ્રમુખ દાદુજી સોઢા મેઘજીભાઇ વણકર વગેરે હાજર રહ્યા હતા કારીગરો અને વ્યવસાયકારો ને ઇન્ટરનેટ ના વિવિધ પ્લેટફોર્મ જેવા કે બ્લોગ,સર્ચ એન્જિન ઓપ્ટિમાઈજેશન, સોશિયલ મિડિયા,ઍડવર્ડ,યુ-ટ્યૂબ, એપ્લિકેશન,મેલ માર્કેટિંગ નો ઉપયોગ કરી પોતાના વ્યવસાય ને વિશાળ ફલક પર લઈ જવા માર્ગદર્શન અપાયુ ફેસ બુક નુ એકાઉન્ટ પેજ એનુ પ્રમોશન વૉટસએપ બિઝનેશ નો ઉપયોગ જસ્ટ ડાયલ પર લિસ્ટિંગ કરાવવું અમુક કારીગરો ની ગવર્નમેન્ટ ઇલેક્ટ્રોનિક માર્કેટ પર નોધણી કરાવા મા આવી કોવિદ 19 પછી કારીગરો ને માર્કેટ મળે એ માટે પંચાયત દ્વારા ઘણાં પ્રયત્નો કરવા મા આવ્યા છે અને ડિજિટલ માર્કેટિંગ મા રહેલી તકો ને ઓળખી વધુ મા વધુ ઉપય...